Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સોની બજારમાં ચોરાઉ દાગીના વેંચવા આવેલા જીતેન્‍દ્ર અને સંજય પકડાયા

મેટોડામાંથી દાગીના ચોરી કરી લેડીઝ પર્સમાં રાખી વેંચવા આવતા એ ડીવીઝન પોલીસે દબોચ્‍યા

રાજકોટ તા.૪: સોની બજાર ગઢની સંગ પાસે ચોરાઉ દાગીના વેંચવા આવેલા મેટોડામાં રહેતા બીકારી અને દલીત શખ્‍સને એડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.યાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી સાખરા તથા એએસઆઇ શીવરાજસિંહ જાડેજા, હેડ કોન્‍સ.ભરતસિંહ, હાર્દિકસિંહ ઇન્‍દ્રસિંહ જાડેજા, અને ભાવાભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બે શખ્‍સો સોની બજારમાં ચોરાઉ દાગીના વેંચવા આવ્‍યા હોવાની બાતમીના આધારે વોચમાં હતા. ત્‍યારે સોની બજારમાં ગઢની રાંગ પાસેથી બે શખ્‍સોને શંકાના આધારે પકડી નામ પૂછતા બંનેએ પોતાના નામ મૂળ બીહારનો હાલ લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતો જીતેન્‍દ્ર જયંતીભાઇ પાસવાન (ઉ.વ.૨૨) અને મેટોડા જીઆઇડીસીમાં શ્રીનાથજી સોસાયટીમાં રણજીતભાઇ આહીરના મકાનમાં રહેતો સંજય અશોકભાઇ ઢાંકેચા (ઉ.વ.૧૯) આપ્‍યા હતા. બંનેની તલાશી લેતા બંને પાસેથી લેડીઝ પર્સ મળી આવ્‍યુ હતું. તે ચેક  કરતા તેમાંથ સોની ચાંદીના દાગીના મળી આવતા દાગીનાના બીલ માંગતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્‍યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંનેએ મેટોડા જીઆઇડીસી પાસે એક સોનીની દુકાનમાંથી દાગીના ચોર્યાની કબુલાત આપતા પોલીસે બંને પાસેથી રૂા.૫૩,૫૫૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મદ્દામાલ કબ્‍જે કરી બંનેને લોધીકા પોલીસમાં સોંપ્‍યા હતા.

 

(4:45 pm IST)