Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

તાલ ઇલેકટ્રોનીકસ પ્રા.લી ના. ડાયરેકટર્સ સામે ચેક રિટર્નની કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ૪ :  અત્રેના ઇલકેટ્રોનીકસ પ્રા. લી.ના ડાયરેકટર્સ જીજ્ઞેશ સવજીભાઇ સંખાવરા તથા સાજીતભાઇ  સંખાવરાની સામે ચેકસ રીર્ટનની ફરીયાદ થતાં અદાલતે આરોપીઓને હાજર થવા ફરમાન કરેલ છે.

રાજકોટના શ્રીમતી ભાવનાબેન વિક્રમસિંહ ઉર્ફે વિનોદભાઇ પરમારના પતિ વિક્રમસિંહ ઉર્ફે વિનોદભાઇ નાથાભાઇ પરમારને સદરહું સવજીભાઇ સંખાવરાની સાથે મિત્રતાના સંબંધ હોય અને સદરહું પિતા-પુત્રને રાજકોટમાં રણછોડનગર વિસ્તારમાં પેડક રોડ ઉપર ઇલેકટ્રોનીકસનો શો-રૂમ કરવો હોય તેથી ભાવનાબેન પરમારને પોતાની માલીકીની મિલ્કત સદરહું પિતા પુત્રને પોતાના ધંધાના ઉપયોગ અર્થે સી.સી. મેળવવા અર્થે મોર્ગેજ કરવા સજાવેલા અને તેઓને મદદરૂપ થવાના ભાગરૂપે ભાવનાબેન પરમારે પોતાની માલીકીની મિલ્કત મોર્ગેજ કરી આવી રકમ બન્ને પિતા તથા પુત્રે ઓળવી જઇ ત્યારબાદ આવ સી.સી.ના હપ્તા ભરપાઇ ન કરતા ભાવનાબેન પરમારે આવી બેંકની સી.સી. પોતાની મિલ્કતનું વેચાણ કરીને ભરપાઇ કરવાનો વારો આવેલ. ત્યારબાદ સદરહું પિતા તથા પુત્ર પોતાનું આવુ લેણુ ચુકવવા અર્થે ભાવનાબેન પરમારને રૂપિયા પાંચ લાખના ચૌદ ચેકસ લખીને પોતાની સહીઓ કરી આપેલ અને તે પૈકી સદરહું પિતા તથા પુત્રની સુચના મુજબ ૧૩ ચેકસ બેંકમાં જમા કરાવવાની સુચના થતા આવા ચેકસ રીટર્ન થતા અને વગર વસુલાતે પરત ફરતા ભાવનાબેન પરમારે ડીમાન્ડ નોટીસ પાઠવેલી અને તેમ છતાં સદરહું બન્ને આરોપીઓએ નાણાકીય રકમ ન ચુકવતા ભાવનાબેન પરમારે તેઓના એડવોકેટ શ્રી અભિષેક એસ.ગઢીયા તથા હિતેષ જે હળવદીયા મારફતે સદરહું બન્ને પિતા-પુત્ર આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળની ફરીયાદ દાખલ કરેલી અને તે કામમાં અદાલતે બન્ને આરોપી પિતા તથા પુત્ર જીજ્ઞેશ સવજીભાઇ સંખાવરા તથા સવજીભાઇ સંખાવરાને કોર્ટમાં હાજર થવા ફરમાન કરેલ છે.

આ કામમાં ફરીયાદી ભાવનાબેન વિક્રમસિંહ ઉર્ફે વિનોદભાઇ પરમાર વતી રાજકોટના એડવોકેટ અભિષેક એસ.ગઢીયા, હિતેષ જે. હળવદીયા, જીજ્ઞેશ જી. પઢીયાર અંકુર એસ. લીંબાસીયા, સંદિપ વેકરીયા તથા નયન વેકરીયા રોકાયેલા છે.

(4:41 pm IST)