Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાંદરડા તળાવ પાસે કાનજીને મહેશે નેણ પાસે છરી ઝીંકી

દારૂ પી ગાળો બોલતો હોઇ દૂર જવાનું કહેતાં ઉશ્‍કેરાયો

રાજકોટ તા. ૪: માર્કેટ યાર્ડ પાસે રાંદરડા તળાવ નજીક મફતીયાપરામાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં કાનજી મીઠાભાઇ તલસાણીયા (ઉ.૩૦) નામના કોળી યુવાનને ઘર નજીક જ રહેતાં મહેશ નામના દેવીપૂજક શખ્‍સે છરીથી હુમલો કરી આંખના ઉપરના ભાગે ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાયો છે.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. કાનજીના કહેવા મુજબ મહેશ દારૂ પી ઘર પાસે ગાળો બોલતો હોઇ તેને સમજાવવા જતાં હુમલો કરી ભાગી ગયો હતો.

 

(4:41 pm IST)