Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં પણ ઇદે મીલાદનું જુલુસ યોજાયું

રાજકોટ તા. ૪: ઇદે મીલાદ નિમિતે કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારના નુરાનીપરા રસુલપરા રવેચીપરા બટકાતીનગર મહંમદી બાગ ખોડીયારનગર ઢેબર કોલોની માંથી વિશાળ સંખ્યામાં મુસ્લીમો દ્વારા જુલુસ કાઢવામાં આવેલ. આગેવાનો નુરાનીપરા નુરી મસ્જીદનો ઇમામ હાજી હાફીજ ઉસ્માનખાન સરવરખાન જુલુસની કમાન અનવર ઇસ્માઇલભાઇ દલ, રમજાનભાઇ જાલુર, રમજાનભાઇ ફલાણી, ઇલીયાસભાઇ ગોરી, ઇમ્તિયાજ પઢીયાર, રસુલપરાના પ્રમુખ જાુસબભાઇ ધારાગઢી, મહમંદભાઇ સોઢા, ઇશબભાઇ સમા, રહીમભાઇ જામનગરી, મહંમદ, પ્રમુખ અલ્તાબભાઇ કુરેશી વગેરેએ સંભાળી હતી.

(4:40 pm IST)