Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કાલે રાજ બબ્બર સોની બજારની મુલાકાતે 'સુવર્ણકાર'ને આવકારવા અનેરો ઉત્સાહ

કર્મે સોની રાજ બબ્બરે એકસાઇઝ પ્રશ્ને અસરકારક રજૂઆત કરેલઃ ગુંદાવાડીથી દરબારગઢ સુધીના સુવર્ણકારોનો કરશે લોક સંપર્ક

રાજકોટ તા. ૪ :.. ફિલ્મ અભિનેતા ઉ.પ્ર. કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર  કાલે રાજકોટની સોની બજારમાં પધારી રહ્યા છે. સુવર્ણકાર સમાજમાં સ્વાગતની તાડામાર તૈયારીઓ થઇ રહી છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ - ફિલ્મ અભિનેતા રાજ બબ્બર જે કર્મે સોની છે તે કાલે રાજકોટ પધારી રહયા છે. જેથી સોની બજારમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. ભૂતકાળમાં સુવર્ણ આભૂષણ ઉપર એકસાઇઝ ડયુટી લદાયેલ ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખી એકસાઈઝ ડયુટી નાબૂદ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. અને પરીણામ સ્વરૂપ રર દિવસની લડત બાદ સુવર્ણકારો પર લદાયેલ એકસાઇઝ ડયુટી કેન્દ્ર સરકાર કાઢી નાખી. લાખો કારીગરો તથા વેપારીને ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવી હતી.

મોદી સરકાર આવતાં ભાજપની સરકારે ફરી ર૦૧૬ માં એકસાઇઝ ડયુટી લાદી સુવર્ણકારોને ૪૩ દિવસ સુધી લડત કરવા મજબૂર કર્યા. અંતે એકસાઇઝ ડયુટી નાબુદ તો ન થઇ પરંતુ હળવી કરવામાં આવી જેથી જે ભાજપ સરકારે ર૦૧ર માં અમારી તરફદારી કરી હતી તેણે જ આ કૃત્ય કરતાં સુવર્ણકારો ભાજપ સરકાર તરફે નારાજ છે. શ્રી રાજ બબ્બર સોની બજારની મુલાકાતે પધારશે. જેના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમ સુવર્ણકાર એકતા સમિતિના અરવિંદભાઇ પાટડીયાની યાદીમાં જણાવ્યું હતું.

(4:37 pm IST)