Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચેનું પોસ્‍ટર યુદ્ધ ચરમસીમાએ

રાજકોટ : CM વિજય રુપાણી અને રાજકોટ (વેસ્‍ટ)ના તેમના પ્રતિસ્‍પર્ધી ઉમેદવાર ઈન્‍દ્રનીલ રાજગુરુ જેઓ ગુજરાત વિધાનસભાના સૌથી ધનિક ધારાસભ્‍ય પણ તેમની વચ્‍ચે વાક્‍યુદ્ધ ભલે ન ચાલુ હોય પરંતુ રાજકોટના રસ્‍તાઓ પર એકબીજા વિરુદ્ધ પોસ્‍ટર યુદ્ધ જરુર છેડાયેલું છે. જયાં એકતરફ BJP પોતાના વિકાસની સિદ્ધિઓને આ પોસ્‍ટર્સમાં ગણાવી રહી છે, તો કોંગ્રેસ ૨૨ વર્ષમાં કોંગ્રેસને દિવસમાં માત્ર ૨૨ મિનિટ સુધી પાણી જેવા ચાબખા મારવામાં આવી રહ્યા છે.

BJPના થયું ને સોલિડ કામ' વાળા પોસ્‍ટર્સ રાજકોટમાં કાલાવડ રોડ, રેસ કોર્સ, હોસ્‍પિટલ ચોક, જવાહર રોડ અને શહેરના અન્‍ય ઘણા વિસ્‍તારોમાં જોવા મળ્‍યા હતા, સાથે જ આ પોસ્‍ટર સામે કોંગ્રેસે પણ કેવી રીતે કહેવું સોલિડ કામ'ના સેંકડો પોસ્‍ટર્સ રસ્‍તાઓ પર લગાવી દીધા છે. શહેર BJPના કાર્યકરો રાજગુરુએ જયારે રાજકોટ (ઈસ્‍ટ)ની પોતાની સેફ સીટ છોડીને CM વિજય રુપાણી સામે લડવા માટે કમર કસી હતી ત્‍યારે ખૂબ જ જોશમાં હતા પરંતુ બુધવાર રાત્રે નાના મહુવા રોડ ખાતે હાર્દિક પટેલની રેલીમાં અસામાન્‍ય ભીડ જોઈને BJPના પરસેવા જરુર છૂટવા લાગ્‍યા છે.

જાતિવાદ ફેક્‍ટર મહત્‍વનું સાબિત થશે પરંતુ સાથે સાથે જ સત્તાપક્ષે પાણી પુરવઠા અંગેના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જરુર છે. જો કે BJPના કાર્યકાળમાં નર્મદાને આજી ડેમ સુધી લઈ આવવાના તેના કામને કારણે પક્ષ વિસ્‍તારનો વર્ષો જૂનો પાણીની તંગીના પ્રશ્નનો ઉકેલ લાવશે તેવી આશા રખાઈ રહી છે. તેમજ શહેરમાં ટ્રાફીક સમસ્‍યા અને અપૂરતી પાર્કિંગ સુવિધાઓને કારણે પણ સ્‍થાનિકોમાં રોષ છે. BRTS જે આ વિધાસભા મત વિસ્‍તારનો ૫૦ ટકા એરિયા કવર કરે છે પરંતુ સ્‍થાનિકોને આ વૈકલ્‍પિક સુવિધાનો લાભ વધુ મળી શકતો નથી.

આ વિધાનસભા મતવિસ્‍તારમાં યુવાનોની વસ્‍તી વધુ છે તેથી વિસ્‍તારમાં પૂરતા પ્રમાણમાં રોજગારી સર્જનની પણ સમસ્‍યા છે. રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈંડસ્‍ટ્રીના વાઈસ પ્રેસિડેન્‍ટ પાર્થ ગણાત્રાએ કહ્યું હતું કે, ‘રાજકોટમાં હવે નવી ઈન્‍ડસ્‍ટ્રી, સ્‍મોલ સ્‍કેલ યનિટ્‍સ માટે કોઈ જ સ્‍કોપ નથી. અમને અમદાવાદ અને સુરત સમાન વિકાસની દરકાર છે.'

 

(11:46 am IST)