Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વાવાઝોડામાં રેસ્કયુ માટે તમામ વિભાગો એલર્ટઃ જયુબેલીમાં કન્ટ્રોલ રૂમ

ઝાડ-થાંભલા પડવાની શકયતાઓ સામે ગાર્ડન -રોશની વિભાગ સ્ટેન્ડ-ટુઃ રાહત-બચાવ માટે પાંચ રેસ્કયુવાન- ક્રેઇનો તૈયાર રખાઇઃ આપતકાલીન સ્થિતિમાં ૦૨૮૧-૨૨૨૫૭૦૭ :૨૨૨૮૭૪૧ અને ૨૨૨૭૨૨૨ ઉપર ફોન કરવોઃ ઇન્ચાર્જ મેયર અશ્વિન મોલિયા-સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ-મ્યુ.કમિશ્નર ઉદય કાનગડનાં માર્ગદર્શન તળે ખાસ કન્ટ્રોલ રૂમો કાર્યરત

રાજકોટ, તા.૪: આગામી તા.૬ સવારથી તા.૭ દરમ્યાન 'મહા'વાવાઝોડાની મહતમ અસર દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સંભવિત પરિસ્થિતિમાં શહેરમાં રાહત – બચાવની કામગીરી માટે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, રોશની વિભાગ તેમજ જયુબિલી કંટ્રોલ રૂમને 'એલર્ટ' મોડમાં રાખવામાં આવેલ છે.

ઙ્ગહવામાન ખાતાની આગાહી અનુસાર ઉપરોકત દિવસો દરમ્યાન ૬૦ થી ૭૦ કી.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારે થી અતિ ભારે વરસાદ થવાની શકયતા પણ હોઈ વાવાઝોડાની પરિસ્થિતિને લક્ષમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયુબિલી ખાતે રાઉન્ડ ધ કલોક કાર્યરત્ત્। કન્ટ્રોલ રૂમમાં ફોન નં. ૦૨૮૧-૨૨૨૮૭૪૧ અને ૨૨૨૫૭૦૭ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના રાઉન્ડ ધ કલોક કોલ સેન્ટર (ફોન નં. ૦૨૮૧-૨૪૫૦૦૧૧) ખાતે પણ ફરિયાદ નોંધાવી શકે છે.

વાવાઝોડા દરમ્યાન સામાન્ય રીતે ઝાડ પડવા કે ઇલેકિટ્રક લાઈનો અને થાંભલાને નુકસાન થવાની શકયતાઓ હોય છે ત્યારે આ સંભવિત પરિસ્થિતિને નજર સમક્ષ રાખી મહાનગરપાલિકાએ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ અને રોશની વિભાગને સતર્ક કરેલ છે અને આવશ્યકતા અનુસાર પી.જી.વી.સી.એલ. સાથે સંકલનમાં રહીને જરૂરિયાત મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના બે અને ઈ.આર.સી. પાસેના ત્રણ એમ કુલ મળીને પાંચ રેસ્કયુ વાન સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલા છે. આ પૈકી એક રેસ્કયુ વાન ક્રેઇન સાથેનું પણ છે. આ રેસ્કયુ વાનમાં વિવિધ પ્રકારના રાહત બચાવના સાધનો ઉપલબ્ધ છે. વ્રુક્ષ પાડવા કે થાંભલા અને ઇલેકિટ્રક લાઈનોને નુકસાનના કિસ્સામાં પણ ત્વરિત કામગીરી થઇ શકે તે પ્રકારની વ્યવવસ્થા થયેલી છે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના તમામ ફાયર સ્ટેશન સ્ટેન્ડ ટુ મોડમાં છે.

વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે પુરતી તૈયારી કરી છે. વહીવટી તંત્રને અન્ય આનુસાંગિક તમામ મદદ-માર્ગદર્શન માટે ઇન્ચાર્જ મેયર  અશ્વિનભાઈ મોલીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને સંકલન હેઠળ સિનિયર અધિકારીશ્રીઓ અને જયુબિલી કંટ્રોલ રૂમ, રોશની વિભાગ અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને 'એલર્ટ' મોડમાં છે.

કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે તે માટે જયુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭, અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત્ત છે.

ઉપયોગી ફોન નંબરોઃ-

જયુબિલી કંટ્રોલ રૂમઃ ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭ અને ૨૨૨૮૭૪૧

કોલ સેન્ટરઃ ૦૨૮૧-૨૪૫૦૦૭૭

 ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન કચેરી, કનક રોડ, ૦૨૮૧-૨૨૨૭૨૨૨, ૨૨૩૬૧૮૩, ૨૨૩૭૧૮૪, અને ૧૦૧ તથા ૧૦૨

 કોઠારિયા રોડ ફાયર બ્રિગેડઃ ૦૨૮૧-૨૩૬૫૪૪૪, 

કાલાવડ રોડ ફાયર બ્રિગેડઃ ૦૨૮૧-૨૫૮૫૭૭૧

 રામાપીર ચોક ફાયર બ્રિગેડઃ ૦૨૮૧-૨૫૭૪૭૭૩

 મવડી રોડ ફાયર બ્રિગેડઃ૦૨૮૧-૨૩૭૪૭૭૪,

  બેડીપરા રોડ ફાયર બ્રિગેડઃ ૦૨૮૧-૨૩૮૭૦૦૧

(3:41 pm IST)