Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગાંધીગ્રામમાંથી પ્રકાશ ઉર્ફ જોલી બે બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામ પોલીસે એસ. કે. ચોકમાં ચેકીંગ દરમિયાન ગાંધીગ્રામ-૧૧માં રહેતાં પ્રકાશ ઉર્ફ જોલી જયંતિલાલ જીવરાજાની (ઉ.૩૪)ને રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. હેડકોન્સ. સંતોષભાઇ મોરી, કોન્સ. કનુભાઇ બસીયા સહિતે કાર્યવાહી કરી હતી.

કુવાડવામાંથી દેશી દારૂ પકડાયો, દિલીપ ભાગી ગયો

પીએસઆઇ આર. પી. મેઘવાળે દરોડો પાડતાં કુવાડવા જીઆઇડીસી વાડી વિસ્તારમાં રહેતો દિલીપ ઘુઘાભાઇ દેવીપૂજક રૂ. ૧૦૦નો દારૂ મુકી ભાગી ગયો હતો.

(1:09 pm IST)