Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

મુંબઇ-રાજકોટ ફલાઇટ ૬ કલાક મોડી આવતા મુસાફરો હેરાન-પરેશાન

ટેકનીકલ ખામીને કારણે :૯ મુસાફરો લંડનના હતા.. આ તમામને સાંજે કનેકટીંગ ફલાઇટ અપાઇ

રાજકોટ તા. ૪ : ગ્રીનફિલ્‍ડ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે ફલાઇટ છ કલાક મોડી આવી હતી. જેના કારણે ૧૦૦ થી વધુ મુસાફરોને મુશ્‍કેલી થઇ હતી. આ ફલાઇટમાં મુંબઇથી લંડન જવા કનેકિટંગ ફલાઇટ હતી. તે મુસાફરોને મુંબઇથી સાંજે અન્‍ય ફલાઇટમાં બેઠક વ્‍યવસ્‍થા કરી અપાઇ હતી.

રાજકોટ એરપોર્ટ પર સવારે ૮.૧૦ કલાકે આવાનર મુંબઇની ફલાઇટ બપોરે ર વાગ્‍યે લેન્‍ડ થઇ હતી. આ જ ફલાઇટ બપોરે ર.૪પ કલાકે પરત ગઇ હતી, રાજકોટ થી મુંબઇ જવા માટે મુસાફરો સવારે ૭ વાગ્‍યાથી એરપોર્ટ પર આવી ગયા હતા અને છ કલાક સુધી એરપોર્ટમાં અટવાયા હતાં.

રાજકોટ આવતી ફલાઇટમાં ટેકિનકલ ખામી આવી હતી. જેના કારણે મુંબઇથી રાજકોટ આવતા મુસાફરો છ કલાક મોડા આવ્‍યા હતાં. બીજી તરફ રાજકોટથી મુંબઇ જવા માટે ૧૦૦ થી વધુ મુસાફરો સવારથી ગ્રીનફિલ્‍ડ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર આવી ગયા હતાં.

પરંતુ ફલાઇટ ન આવતા આ તમામ મુસાફરો માટે સવારે ચા-નાસ્‍તો અને બપોરે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

મુંબઇથી લંડન કનેકિટંગ ફલાઇટમાં નવ મુસાફર જવાના હતા તેમને સાંજે કનેકિટંગ ફલાઇટની વ્‍યવસ્‍થા કરી અપાઇ હતી.

(12:21 pm IST)