Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

પાટીદાર સમાજના પ્રેરણામૂર્તિ સ્‍વ.ઓ.આર.પટેલની પુણ્‍યતિથી નિમિત્તે ૧૮મીએ મોરબીમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબી ખાતે જિલ્લા પાટીદાર સમાજ દ્વારા સમાજના પ્રેરણામૂર્તિ સ્‍વ.ઓ.આર.પટેલની ૧૧મી પુણ્‍યતિથિ નિમિત્તે તારીખ ૧૮મી ઓક્‍ટોબરના રોજ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને લઇએ તો સૌથી વધુ રક્‍તની જરૂરિયાત થેલિસિમિયાગ્રસ્‍ત બાળકોને હોય છે. આ ઉપરાંત ગંભીર બીમારીઓ તેમજ અકસ્‍માતના બનાવોમાં રક્‍તની જરૂરિયાત વધુ છે. ત્‍યારે તારીખઃ ૧૮ને બુધવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન પટેલ સમાજવાડી, શક્‍ત શનાળા ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાશે.

(12:17 pm IST)