Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મંગળવારે દશેરાએ આહિર પરિવારના રાસોત્સવ

૪ હજાર ખેલૈયાઓ પારિવારિક માહોલમાં રાસે રમશે : આરતી ડેકોરેશન સ્પર્ધા પણ યોજાશે : જ્ઞાતિજનોએ વિનામૂલ્યે પાસ મેળવી લેવા : આગેવાનો 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ, તા. ૪ : આહિર સંસ્કૃતિ ફોરમ રાજકોટ દ્વારા આગામી તા.૮ના મંગળવારે દશેરાના રોજ સમસ્ત આહિર પરીવાર માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કર્ણાવતી પાર્ટી લોન્સ (રંગોલી રેસ્ટોરન્ટ પાછળ, સપ્તપદી પાર્ટી પ્લોટવાળી શેરી, કાલાવડ રોડ) ખાતે વિનામૂલ્યે કરવામાં આવ્યુ છે.

આહિર સંસ્કૃતિ ફોરમ - રાજકોટના રાસોત્સવનું સતત ચોથા વર્ષે આયોજન થઈ રહ્યુ છે. (પહેલા ત્રણ રાસોત્સવ આહિર કલા મંચ દ્વારા યોજાયા હતા) જે હવે નવા આયામ અને નામ સાથે સમાજના શિક્ષિત અને લબ્ધ પ્રતિષ્ઠિત લોકો દ્વારા રાસોત્સવનું આયોજન થઈ રહ્યુ હોવાનું જ્ઞાતિના આગેવાનોએ યાદીમાં જણાવ્યુ છે.

આ રાસોત્સવની સાથોસાથ આરતી ડેકોરેશન સ્પર્ધા પણ રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં બહેનો ભાગ લેશે. વિજેતાને ઈનામ આપી સન્માન કરવામાં આવશે.

આહિર સંસ્કૃતિ ફોરમ, રાજકોટ આયોજીત રાસોત્સવને હોટલ સિઝન (વેજાભાઈ રાવલીયા) તથા બ્લીક આઈ.વી.એફ. હોસ્પિટલ (ડો.નિલેશ આહિર, ડો.રમેશ કછટીયા) વિશેષ સહયોગ મળ્યો છે.

રાસોત્સવને સફળ બનાવવા પ્રમુખ પરિમલભાઈ પરડવા (ભૂષણ સ્કુલ), ડો.કરમુર (સૌરાષ્ટ્ર ડાયાબીટીસ સેન્ટર), મહામંત્રી ડો.જીતેન્દ્ર ગાધે (ચિલ્ડ્રન હોસ્પિટલ), કરશનભાઈ નંદાણીયા, રાજેશભાઈ ચાવડા (પ્રોજેકટ ચેરમેન - રાસોત્સવ)ની આગેવાની નીચે મુકેશભાઈ જોટવા, પુનાભાઈ મેયડ, રાણાભાઈ ગોજીયા, હરેશભાઈ વીરડા, મોહિત આહિર, નરેન્દ્રભાઈ લાવડીયા, મહેશભાઈ ચાવડા, કમલેશભાઈ સોરઠીયા, અશોક ચંદ્રાવાડીયા, આકાશભાઈ પંચોલી, ડો.રાજેશ રામ, ડો.વિરલ બલદાણીયા, મહેશભાઈ કારેથા, ધર્મેન્દ્ર વારોતરીયા, ગૌરવભાઈ વાઢેર, દિનેશભાઈ દથરીયા, રાજુભાઈ ચાવડા અને જગુભાઈ કુવાડીયા તથા મહિલા પાંખના આગેવાન બહેનોમાં ભાવનાબેન ચાવડા, હિનાબેન જલુ, ઉર્વિષાબેન ડાંગર, રીટાબેન છૈયા, ડો.નીતુ કનારા, કિરણબેન નંદાણીયા અને ગીતાબેન જોટવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સંસ્થાના મહામંત્રી ડો.જીતેન્દ્ર ગાધે અને પ્રોજેકટ ચેરમેન રાજેશ ચાવડા, ઉપપ્રમુખ ડો.કરમુર, તેમજ સહમંત્રી કરશનભાઈ નંદાણીયાની એક યાદીમાં જણાવાયુ છે.

વિનામૂલ્યે આયોજીત રાસોત્સવના પાસ માટે (૧) ભૂષણ સ્કુલ - કુવાડવા રોડ, પરિમલભાઈ પરડવા - ૯૯૭૪૬ ૫૦૦૬૦ (રણછોડનગર સોસાયટી), (૨) અક્ષરનિધિ શરાફી મંડળી (રાજેશભાઈ ચાવડા) કોઠારીયા રોડ, આંબેડકર ભવન સામે - રાજકોટ - ૯૪૨૭૨ ૨૨૨૯૫, (૩) સૌરાષ્ટ્ર ડાયાબીટીસ સેન્ટર (ડો.કરમુર), રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ - ૯૮૨૪૩ ૦૧૩૦૦, (૪) ગૌતમ સ્કુલ્સ (આકાશભાઈ પંચોલી) કેવડાવાડી, અલંગ ચોક પાસે, રાજકોટ - ૯૯૦૪૨ ૨૫૧૭૫ (૫) સિનર્જી  પાર્ટી સેલ્સ (ભાવનબેન ચાવડા) ઈમ્પીરીયલ હાઈટ્સ સામે, રાજકોટ - ૯૦૩૩૦ ૫૮૮૮૯ (૬) ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ (રાજુભાઈ) કોઠારીયા રોડ બાયપાસ - ૯૩૭૫૫ ૫૫૦૬૫, (૭) શિવમ ગર્લ્સ હોસ્ટેલ - યુનિવર્સિટી રોડ (રીટાબેન) - ૯૯૭૮૩ ૮૫૧૧૦ (૮) ગેલેકસી ટેક. ઈન્સ્ટીટ્યુટ - આજી ડેમ ચોકડી - ૯૯૨૪૮ ૩૪૫૬૭, (૯) મોહિત આહિર - નાણાવટી ચોક - ૯૦૩૩૪ ૪૪૩૦૨, (૧૦) ગોકુલ  ઈન્ફાસ્ટ્રકચર - કાલાવડ રોડ (ધર્મેશ વારોતરીયા) - ૯૭૨૭૭ ૨૨૬૬૫) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:08 pm IST)