Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સીંગતેલમાં વધુ ૧પ રૂ.તૂટયા

૩ દિ'માં ડબ્બે ૪પ રૂ. ઘટી ગયાઃ મગફળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો

રાજકોટ, તા., ૪: સીંગતેલમાં મંદીનો દોર આજે પણ યથાવત રહયો છે. ડબ્બે વધુ ૧પ રૂપીયાનો ઘટાડો થયો છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવકોનો પ્રવાહ વધતા સીંગતેલના ભાવો સતત તુટી રહયા છે. આજે સીંગતેલમાં વધુ ૧પ રૂપીયા તૂટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કી.ગ્રા.)નો ભાવ  ઘટીને ૧૦૦૦ રૂ. થયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ૧૮ર૦ થી ૧૮૬૦ રૂ. હતા તે ઘટીને ૧૮૦પ થી ૧૮૪પ રૂ. થઇ ગયા હતા.

છેલ્લા ૩ દિવસમાં  સીંગતેલ ડબ્બે ૪પ રૂપીયાનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલના ભાવો ઘટે તેવી શકયતા છે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(4:06 pm IST)