Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઉંચા પગાર લેતા ઇજનેરોની બેદરકારીને કારણે ગંદકી-ગાયત્રીબા વાઘેલાઃભારે વરસાદને કારણે ગટરની સફાઇમાં મુશ્કેલી -બીનાબેન

શહેેરમાં ભૂગર્ભ ગટરની સફાઇની ૧૬ હજાર ફરિયાદો અંગે ભાજપ-કોંગ્રેસની પ્રતિક્રિયા

રાજકોટ તા. ૪: શહેરમાં છેલ્લા બે મહીનામા ૧૬ હજાર જેટલી ભૂગર્ભ ગટરની ગંદકીની સફાઇ બાબતે વિપક્ષ કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ પ્રતિક્રીયા આપી છે. જે આ મુજબ છે.

ગાયત્રબા વાઘેલા

આ અંગે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટર ગાયત્રીબાએ જણાવ્યું હતું કે મેઘરાજની જાહેરથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે ત્યારે ચોમાસા પૂર્વે પ્રિમોન્સુન કામગીરીના બણગા ફુંકનારા મ.ન.પા.ના શાસકો વરસાદના  વિરામબાદ પણ રાજકોટની ભૂગર્ભ ગટરો અને ઉભરાતી કુંડીઓને ઉલેચવામાં સદતંર નિષ્ફળ નિવડાય છે. લાખો રૂપિયાના પગાર લેતા એન્જીનીયરોની ફોજ હોવા છતા પ્રજાના જાહેર આરોગ્યને નુકસાન થાય અને વ્યાપક જન હિતના જનઆરોગ્ય પ્રત્યે બેદકારી પૂર્વકનું ભૂર્ગભ ગટર સફાઇની કામગીરી થઇ રહી છે અત્યાર સુધી પ્રજાજનો દ્વારા કોલ સેન્ટરના માધ્યથી આવેલી હજારો ફરીયાદો તેમજ સીધીજ  મ.ન.પા.ના એન્જિનીયરોને કરાતી ફરીયાદો તંત્ર ઉકેલી શકયુ નથી. નવનિયુકત મ્યુ. કમિ.એ પણ કોલ સેન્ટરની ફરીયાદો તાત્કાલીક ઉકેલવાના કરેલાં આદેશને પણ નિંભર તંત્ર ધોળીને પી ગયાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં ઠેર ઠેર ભુગર્ભની ગટરો ઉભરાઇ રહી છે. અને જેના કારણે શહેરમાં મચ્છર જન્ય રોગચાળો વકરી રહ્યો છે.

આગામી દિવસોમાં પ્રજાનાં વ્યાપક જનઆરોગ્યને અસરકરતાં આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો શાસકોએ અને અધિકારીઓએ લોકરોષનો ભોગ બનવુ પડશે માટે તાત્કાલીક આ પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી માંગ કરી છે.

મેયર બીનાબેન આચાર્ય

મેયર બીનાબેન આચાર્યએ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઇની વધુ ફરિયાદો અંગે સ્પષ્ટ કર્યું હતું કે, ''છેલ્લા બે મહિના દરમિયાન સતત વરસાદ પડી રહ્યો હતો. જેનાં કારણે ભૂગર્ભ ગટરોની ગંદકી વધી હતી. એટલું જ નહિં હવે ભૂગર્ભ ગટરની કુંડીઓમાં જમીનનું પાણી ભરાઇને બહાર નીકળે છે.

આમ સતત વરસાદને કારણે આ સમસ્યા ઉભી થઇ છે. હવે વરસાદ રહી ગયો છે. જમીનમાં પાણીનું સ્તર નીચે ઉતરી જશે. ત્યારબાદ આ સમસ્યા હળવી થઇ જશે આમ છતાં ઇજનેરોને ભૂગર્ભ ગટરની ઝડપી સફાઇ કરાવવા સુચના અપાઇ છે.

(4:03 pm IST)