Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

૯મીએ 'બેસ્ટ ઓફ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવ'નું જાજરમાન આયોજન

સતત ૧૪મા વર્ષે સફળ આયોજનઃ નાના મવા સર્કલ જય સરદાર ગ્રાઉન્ડમાં શહેરભરના એક એકથી ચડીયાતા ખેલૈયાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ ડેન આરસીસી કેબલ નેટવર્ક પર લાઇવ પ્રસારણ : ડેન આરસીસી કેબલ દ્વારા લાઇવ પ્રસારણઃ એસપીજી ગ્રુપનો ખાસ સહયોગ

રાજકોટ તા. ૪: દર વર્ષની જેમ આ વર્ષે પણ 'બેસ્ટ ઓફ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ' રાસોત્વસનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ૯મીએ બુધવારે સાંજે શહેરના નાના મવા સર્કલ નજીક જય સરદાર ગ્રાઉન્ડમાં સાંજે ૭ થી રાતના ૧૦:૩૦ સુધી શહેરભરના રાસોત્સવમાં રમીને વિજેતા થયેલા  પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ખરાખરીનો રાસોત્સવ જંગ ખેલાશે. સતત ૧૪મા વર્ષે આ આયોજન થઇ રહ્યું છે. નવરાત્રીમાં નવેય દિવસ અલગ-અલગ અર્વાચીન રાસોત્સવમાં પોતાનું કોૈવત બતાવી પ્રિન્સ-પ્રિન્સેસ બનતા ખેલૈયાઓને સતત બેસ્ટ ઓફ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવનો ઇંતઝાર હોય છે.

આ રાસોત્સવના મુખ્ય આયોજકો અશોક બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર), ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ) (સરપંચ-ખાટડી ગામ), આશિષ વાગડીયા (મધુવન કલબ-ભાજપ કોર્પોરેટર વોર્ડ નં. ૧), ભુપતભાઇ બસીયા (ભાજપ આગેવાન વોર્ડ-૨), મિલનભાઇ કોઠારી (ચેરમેનશ્રી સાંસ્કૃતિક સેલ ભાજપ), જગદીશભાઇ પટેલ (શિવશકિત ડેરી ફાર્મ મવડી રોડ), ધાર્મિક આર. સોરઠીયા (એન્જિનીયર-ક્રિષ્ના પ્રોડકટ મવડી), જયેશભાઇ સોરઠીયા (શૈલેષ ગ્રુપ મવડી), સુરૂભા જાડેજા (રાવકી) (જય ઓટો એડવાઇઝર્સ મવડી રોડ), પારસ અનિલભાઇ રાઠોડ (કે. ડી. કન્સ્ટ્રકશન), જય બોરીચા (યુવા ભાજપ અગ્રણી), જય ખારા (જૈન યુવા અગ્રણી), સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રુપ), જીતુભાઇ રાઠોડ (હર્ષ કન્સ્ટ્રકશન), બાલાભાઇ વાજા (કલાસીક ફાઇનાન્સ), હેમતભાઇ જોટંગીયા (જ્યોતિ સાઉન્ડ), પારસભાઇ સંઘાણી (શેર પોઇન્ટ એમ પાવર), કિશન સખીયા (યુવા એડવોકેટ), પ્રશાંત ગોંડલીયા (યુવા અગ્રણી), નિરવ વાઘેલા (રામનાથ જ્વેલર્સ) તથા સંદિપ બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર અને પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિક મિડીયા કેમેરામેન એસોસિએશન પ્રમુખ) ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ રાસોત્સવના દિપ પ્રાગટ્ય ઉદ્દઘાટન વિધીમાં મેયર બિનાબેન આચાર્ય, કલેકટરશ્રી રૈમ્યા મોહન, મ્યુ. કમિશનર ઉદય અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જો. પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, બાનલેબના મોૈલેશ ઉકાણી, સીટી ન્યુઝના નિતીન નથવાણી અને જી.પં. કોંગ્રેસ પ્રમુખ અલ્પાબેન એ. ખાટરીયા ઉપસ્થિત રહી રાસોત્સવનો પ્રારંભ કરાવશે.

મુખ્ય અતિથિ પદે ગુજરાત ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, આર્થિક પછાત વિભાગ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, ઉદ્યોગવપતિ અશ્વિનભાઇ મેઘાણી, વોર્ડ ૧૬ ભાજપ પ્રભારી ભુપતભાઇ બોદર, પૂજારા ટેલિકોમના યોગેશ પુજારા, કોર્પોરેટર અનિલ રાઠોડ, બાલાજી ડેવલોપર્સના રમેશ સિધ્ધપુરા, પુષ્ટી વિહાર ક્રેડીટ સોસાયટીના રસિક કપુરીયા, ખોડલધામના મંત્રી જીતુ વસોયા, માધવ એન્ટરપ્રાઇઝના બાલાભાઇ પટેલ, ખિરસરા હેરીટેજ પેલેસના દિલિપસિંહ રાણા, ખરેડી સરપંચ દિપકસિંહ જાડેજા, ઉદ્યોગપતિ દિપક વી. કોઠીયા, પ્રતિભા એન્જી.ના જયેશ તન્ના, આરડી ગ્રુપના રાકેશ પોપટ, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, માજી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, પીડી  માલવીયા કોલેજના મનોજ જયંતભાઇ શાહ, માલવીયા ઇન્ફાસ્ટ્રકચરના વિશાલ મનોજભાઇ શાહ, રાજકોટ જીલ્લા કોંગ્રેસના હિતેષ વોરા, ઉદ્યોગપતિ રાજુ સોરઠીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણ સેંગલીયા), આરટીઓ પી. બી. લાઠીયા, રિટાયર્ડ આરટીઓ જે. વી. શાહ, આરતી મંડપના પરેશ પટેલ ઉપસ્થિત રહેશે.

અતિથિ વિશેષ પદે સાંસદ શ્રી મોહનલાલ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સોરઠીયા, ભાનુબેન બાબરીયા, જીવન કોમર્શિયલ બેંકના એમડી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ મહેશભાઇ ચોૈહાણ, સર્વેશ્વર ચોૈહાણ, ગુણવંતભાઇ ડેલાવાળા, જયેશ ઉપાધ્યાય, પરેશ ગજેરા, અનિલ ખુંટ, જયેશ રાજપૂત, પ્રકાશ ચોટાઇ, ભાવેશ ચોટાઇ, હસમુખ એન. ભગદેવ, દિનેશ બગથરીયા, કિશન શાહ, અખિલ શાહ, મહેશભાઇ (માધવજી), કમલેશ મિરાણી, ડી. કે. સખીયા, ભીખાભાઇ વસોયા, સંજય ધવા, ડો. આશિષ માકડીયા, સંજય બોરીચા, રાજુ જેઠવા, ભરત ડાંગર, ઘોઘુભા જાડેજા, ખોડુભા જાડેજા, ભાવેશ પટેલ, દિવ્યેશ રાજદેવ, રાકેશ રાજદેવ, મયુર રામાણી, સંકેત સેજપાલ, પ્રભાત હેરભા, ઘનશ્યામ હેરભા, ડો. અમિત આર. હપાણી, ડો.બબીતાબેન એ. હપાણી, ડો. એમ. વી. વેકરીયા, પ્રદિપ ડવ, પરેશ પોપટ, જયરાજસિંહ રાણા, અભિષેક તાળા, અશોક ડાંગર, ગોપાલ અનડકટ, જીતુ ભટ્ટ, જૈમીન ઠાકર, ડી. વી. મહેતા, અર્જુન ખાટરીયા અને વિજય દેસાઇ, આહિર સમાજ અગ્રણી બલદેવ ડાંગર, નાનવડીયા રાજપૂત સમાજ પ્રમુખ જયપાલસિંહ જાડેજા, ડી. કે. સેવન ન્યુઝ ચેનલના કકુભાઇ, ડો. જયમીન ઉપાધ્યાય,ડે. મેયર અશ્વિન મોલીયા, રાજુભાઇ બોરીચા, આરએમસી વિરોધ પક્ષના પૂર્વ નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ધ્રોલ ભાજપ પ્રમુખ રાજભા જાડેજા સહિતના ઉપસ્થિત રહી રાસોત્સવને બિરદાવશે. 

રાસોત્સવમાં જાણીતા સિંગર દિપક જોષી, દેવ ભટ્ટ, દિપ્તી ગજ્જર, મોૈલિક ગજ્જર, અલ્પાભારથી ગોસ્વામી તથા રફિક ઝરીયા જીલ એન્ટરટેઇન્ટમેન્ટ મ્યુઝિકના સથવારે રંગ જમાવશે. એન્કરીંગમાં તેજસ શિશાંગીયા પોતાની આગવી  છટાથી મહેમાનોની આગતા સ્વાગતા કરી તેમજ પોતાના સાજીંદા-ગાયકવૃંદ સાથે મળી ખેલૈયાઓને જોમ ચડાવશે.

આ રાસોત્સવનો પ્રારંભ સાંજે ૭ કલાકે થશે. વિજેતાઓને લાખેણા ઇનામોની વણઝારથી નવાજવામાં આવશે. આ રાસોત્સવનું ડેન આરસીસી કેબલ નેટવર્ક રાજકોટ દ્વારા લાઇવ પ્રસારણ પણ થશે. આ રાસોત્સવને સફળ બનાવવા એસપીજી ગ્રુપનો પણ ખાસ સહયોગ મળ્યો છે. સોૈ આમંત્રીતોને ઉપસ્થિત રહેવા આયોજકોએ ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.

(3:46 pm IST)
  • જામકંડોરણામાં વરસાદ પડયોઃ કોટડા સાંગાણીના ગામોમાં મોડી સાંજે વરસાદ પડયોઃ ગીર સોમનાથમા વરસાદ યથાવતઃ અમરેલી જીલ્લામાં વરસાદી માહોલઃ દેવળકી ગામમાં ધોધમાર વરસાદ પડયોઃ પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં વરસાદ: બગસરામાં પણ ધીમીધારે વરસાદી પડ્યો હતો access_time 10:46 pm IST

  • મોંઘવારીનો વધુ એક માર : ડુંગળી ,લસણ ,અને ટમેટા પછી હવે દાળ સહીત કઠોળના ભાવોમાં વધારો : ગ્રહિણીઓનું બજેટ વેરવિખેર access_time 12:54 pm IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST