Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સાચી રે મારી સત્ રે ભવાની માં અંબા ભવાની માં... હું તો તારી સેવા કરીશ મૈયા રે...

રાજકોટ : શકિતની સાધનાનું પાવન મંગલકારી પર્વ આસો નવરાત્રી ચાલી રહી છે. દુહા - છંદ અને ગરબાના સંગ સમી સાંજ પડતા જ પ્રાચીન ગરબી મંડળો દ્વારા રાસની રમઝટ બોલાવે છે. ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. રાસે રમતી બાળાઓને લ્હાણી અને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે. શ્રી બુટભવાની ગરબી મંડળ ઘનશ્યામ નગર - ૧, શહેરના કોઠારીયા મેઈન રોડ ઉપર ઘનશ્યામનગર - ૧ ખાતે શ્રી બુટભવાની ગરબી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રી મહાપર્વનું આયોજન ખૂબ ભકિતભાવથી થાય છે. શ્રી બુટભવાની ગરબી મંડળમાં કોઈ જાતના ફંડ ફાળા વગર આયોજન કરવામાં આવે છે. ગરબી મંડળમાં ૩ થી ૧૦ વર્ષની ૪૮ દિકરીઓ સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી અવનવા રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા રસીકભાઈ સાગઠીયા, વિજયભાઈ પરમાર સહિતના કાર્યરત છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ અને આયોજક રસીકભાઈ સાગઠીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:44 pm IST)
  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST

  • ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન કરનારને પ૦,૦૦૦ નો દંડ થશેઃ કેન્દ્ર સરકારે બહાર પાડયો આદેશઃ સહાયક નદીમાં પણ મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ ગણેશ વિસર્જન, વિશ્વકર્મા પૂજા, દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરસ્વતી પૂજા વગેરે તહેવારોમાં પણ નહિ access_time 11:27 am IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST