Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કોઇ તાતણીયા ધરેથી તેડાવો મોરી માવડી, ખોડીયાર રમવાને આવો : નંદીપાર્કની ગરબીમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ

રાજકોટ : યુનિવર્સિટી રોડ પર આવેલ નંદીપાર્ક ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન દરરોજ પ્રાચીન રાસ ગરબા રજુ  કરવામાં આવી રહ્યા છે. ર૮ વર્ષની શકિત આરાધના કરતા આ ગરબી મંડળમાં નાની મોટી ૬૩ બાળાઓ ભાગ લઇ રહી છે. મ્યુઝીક સીસ્ટમના સહારે અવનવા પ્રાચીન ગરબાઓ પર તાલી, દાંડીયા, મંજીરા, ખંજરી, દિવડા, ગાગર રાસ રજુ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર આયોજનમાં ધ્રુવિક, હર્ષલ, રાજ, સ્મિત તેમજ બજરંગ દળના બાળકો અને કાંતિભાઇ ભુત, કેશુભાઇ ભુત, હેમતભાઇ ભુત,જેરામભાઇ સખીયા,  જમનભાઇ કોટડીયા, જેન્તીભાઇ ભુત, પરેશભાઇ ભુત, સુધાબેન ભુત, ચેતનાબેન ભુત, કીર્તીબેન ભુત, મંજુલાબેન ભુત, વૈશાલીબેન ભુત, રશ્મિતાબેન સખીયા, ભારતીબેન સખીયા, શિલ્પાબેન કાતરોડીયા વગરે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર સંચાલન કેશુભાઇ ભુત (મો.૯૮૭૯૫ ૪૦૭૯૩) સંભાળી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:37 pm IST)