Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા રાસોત્સવ

 મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી જુદી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે બાલભવન ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તેમજ ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ વિજેતા થયા. તમામને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષકો વચ્ચે થયેલી દાંડીયા-રાસની સ્પર્ધામાંથી ૧૧ જેટલા શિક્ષકો વિજેતા થયા અને તેમને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવરાત્રી મહોત્સવમાં મમતાબેન, શિતલબેન અને વૈદેહીબેને નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી ભરતસિંહ પરમાર તેમજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:34 pm IST)
  • કોટેચા ચોકથી નાનામવા પુલ સુધીનો કાલાવડ રોડ પહોળો કરવા ૮૭ મિલ્કતોને નોટીસ : લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કાલાવડ રોડને બન્ને બાજુએ ૩-૩ મીટર પહોળો કરવા ૮૭ જેટલી મિલ્કતોને નોટીસઃ હવે ટુંક સમયમાં વાંધા અરજીઓની સુનાવણી થશે access_time 3:59 pm IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • સંજય નિરૂપમ કાળઝાળઃ જે રીતે પક્ષમાં ટિકીટો અપાય રહી છે તે જોતા મોટાભાગનાની ડીપોઝીટ જપ્ત થશે : સોનિયાના લોકો રાહુલ ગાંધી વિરૂધ્ધ કરી રહ્યા છે ષડયંત્રઃ છોડી દઇશ કોંગ્રેસઃ હું પક્ષ માટે પ્રચાર નહિ કરૂ access_time 3:59 pm IST