Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ટાગોર માર્ગ જનતા સોસાયટીમાં પટેલ કારખાનેદારની કારમાંથી થેલાની ચોરી

થેલામાં ૧૧૦૦ રોકડા, બે પાસપોર્ટ, પેન ડ્રાઇવ, ડ્રાઇવીંગ લાયસન્સ હતાં: શકમંદની પુછતાછ

રાજકોટ તા. ૪: ટાગોર માર્ટ પર જનતા સોસાયટીમાં રહેતાં પટેલ કારખાનેદારની મર્સિડિઝ કારનો કાચ તોડી નુકસાન કરી અંદરથી કોઇ રોકડ તથા પાસપોર્ટ, લાયસન્સ, એટીએમ કાર્ડ, પેનડ્રાઇવ સાથેનો થેલો ચોરી જતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસે ટાગોર રોડ પર જનતા સોસાયટી ૧૦માં બ્લોક નં. ૭૬માં રહેતાં અને મીરા ઉદ્યોગમાં કારખાનુ ધરાવતાં  પિયુષભાઇ જેન્તીભાઇ ડોબરીયા (ઉ.૩૪) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૭૯, ૪૨૭ મુજબ કારનો કાચ તોડી નુકસાન કરી અંદરથી થેલો ચોરી જવાનો ગુનો નોંધ્યો છે.

પિયુષભાઇ ૨૭મીએ બપોરે પોતાની મર્સિડિઝ કાર જીજે૦૩કેએચ-૧૧૧૯ લઇ શાપર વેરાવળ ફેકટરીએ ગાય હતાં. રાત્રે અગિયારેક વાગ્યે ઘરે આવ્યા હતાં અને ઘર આગળ પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે સાડા નવેક વાગ્યે કાર સાફ કરવા આવ્યા ત્યારે પાછળના દરવાજાનો કાચ તૂ૭ેલો જોવા મળ્યો હતો. કારમાં તપાસ કરતાં ડ્રાઇવીંગ સીટ નીચેથી એક થેલો ગાયબ જણાયો હતો.

એ થેલામાં ભારતીય પાસપોર્ટ તથા બીજો એકસ્પાયર્ડ થયેલો ભારતીયા પાસપોર્ટ, આઇસીઆઇસીઆઇ બેંકનું કાર્ડ, એકસીસ બેંકનું કાર્ડ, ઓરિજીનલ ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ તથા અલગ અલગ પ્રકારની ત્રણ પેન ડ્રાઇવ અને રોકડા રૂ. ૧૧૦૦ હતાં. આ થેલાની પોતાની રીતે તપાસ કરી હતી. પણ કોઇ પત્તો ન મળતાં ગઇકાલે પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયાએ ગુનો નોંધતા આગળની તપાસ જાગથાન ચોકીના એએસઆઇ શકિતસિંહ ઝાલાએ હાથ ધરી છે.

ચોર અંગે ક્રાઇમ બ્રાંચને મહત્વની બાતમી મળતાં શકમંદને ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરી છે.

(1:13 pm IST)