Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી.....

રાજકોટ : આદ્યશકિતની આરાધનાનંુ પાવન પર્વ આસો નવરાત્રીનું આજે છઠ્ઠુ નોરતુ છે. શહેરમાં સમી સાંજ થતાં જ ચોક જાણે ચાચર ચોક બન્યા હોય તેમ ધૂપ, દીપ, ગરબા, રાસ, સંગ અલૌકિક વાતાવરણ  બને છે. નાની બાળાઓ ગરબે રમી અને વિનવે છે કે મામ્પાહી ઁ ભગવતી ભવદુઃખ કાપો.... ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. બાળાઓને પ્રસાદી અને લ્હાણી વિતરણ કરી ભાવિકો ધન્ય બને છે. શહેરના મધ્યમાં આવેલ પ્રહલાદ પ્લોટ, આશાપુરા મેઈન રોડ ચોક ખાતે છેલ્લા ૪૬ વર્ષથી શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૩ થી ૧૨ વર્ષના ૧૨૫ બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. જેમાં તાલી રાસ, ઘડા રાસ, દાંડીયા રાસ, દિવડા રાસ, ઘોર અંધારી રાસ ખૂબ જાણીતા બન્યા છે. ગાયક વૃંદમાં શૈલેષભાઈ વ્યાસ, મહેશભાઈ વોરા, અતુલભાઈ કોઠારી, મુકેશભાઈ દેસાઈ, જયોતિબેન ગાંધી, સંગીતાબેન ગાંધી, પીનાબેન વોરા, સેજલબેન ગાંધી, પૂજાબેન ગાંધી તેમજ તબલામાં ભરતભાઈ વૈષ્ણવ સેવા આપે છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબે ઘૂમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:13 pm IST)