Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગ્રીનલેન્ડ ચોકડીના પુલ પાસે આઇશરની ઠોકરે કારનો બૂકડો

રાજકોટઃ કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીના પુલ પાસે બપોરે એક કાર આઇશરની ઠોકરે ચડી ઉંધી વળી જતાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે થોડીવાર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્માતમાં એકાદ બે વ્યકિતને ઇજા થયાનું કહેવાય છે. જાણવા મળ્યા મુજબ સુરત પાસીંગના આઇશર નં. જીજે૫બીએકસ-૩૬૦૯ તથા હરિયાણા પાસીંગની ક્રેટા કાર નં. એચઆર-૦૫એએસ-૩૮૩૩ વચ્ચે અકસ્માત સર્જાતા અને કાર આડી થઇ જતાં અંદર બેઠેલાઓમાં દેકારો મચી ગયો હતો. કારમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે થોડીવાર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આઇશરની જોરદાર ટક્કર લાગતાં કાર આડી થઇ રોડ ડિવાઇડર પર ચડી ગઇ હતી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો જોઇ શકાય છે. આ મામલે બપોરના અઢી વાગ્યા સુધી બી-ડિવીઝન કે કુવાડવા રોડ પોલીસમાં કોઇપણ પ્રકારની નોંધ થઇ નથી. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ કોઇ ઇજાગ્રસ્ત દાખલ થયાની નોંધ નથી. આઇશર અમદાવાદ તરફ જતું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:56 pm IST)