Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

શાપરની શ્રીનાથજી સોસાયટીમાં પિયુશભાઇ માકડીયાના મકાનમાં એક લાખની ચોરી

તસ્કરો મકાન માલીક અને પરિવારના રૂમમાં પૂરી રોકડ અને દાગીના ચોરી ગયા

રાજકોટ તા. ૪ : શાપર વેરાવળમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા પટેલ પરિવારને નિંદ્રાધીન હાલતમાં રૂમમાં પૂરી દઇ તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ.૧,૦૪,૩૩પ ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છ.ે

મળતી વિગત મુજબ જામકંડોરણાના ખજુરડાના હાલ શાપર-વેરાવળમાં પરફેકટ હોટેલની પાછળ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૩માં રહેતા પિયુશભાઇ ચીમનભાઇ માકડીયા (ઉ.૩૮) રાત્રે પોતે પરિવાર સાથે ઉપરના રૂમમાં સૂતા હતા દરમ્યાન મોડી રાત્રે તસ્કરો તેના મકાનની વંડી ટપી અંદર પ્રવેશ કરી પટેલ પરિવારની ઉંઘમાં ખલેલ ન પહોંચે તે માટે તસ્કરોએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અને નીચેના રૂમના દરવાજાનો નકુચો તોડી સેટીપલંગમાં રાખેલ રોકડ રૂ.૧૦ હજાર અને દાગીના મળી રૂ. ૧,૦૪,૩૩પ ની મતા ચોરી ગયા હતા. આ બનાવની જાણ થતા શાપર થતા શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ એમ.આરે.ગોંડલીયા સહિતે સ્થળ પર પહોંચી પિયુશભાઇ માકડીયાની ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)