Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રૂ.૩૧ લાખના ચેકરિટર્ન કેસમાં મહિલા આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા.૪: રૂ.૩૧ લાખની કિંમતના ચેકો પરત ફરતા અદાલતે મહિલા આરોપી હિરલબેન રિપલભાઇ પટેલને એક વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી અને ડો. યાજ્ઞીક રોડ ઉપર આશુતોષ એન્ટરપ્રાઇઝના નામથી પેઢી ધરાવતા મીલનભાઇ બાબુભાઇ રેણપરાએ તેમના સબંધી હિરલબેન રિપલભાઇ પટેલ કે જેઓ આણંદના રહેવાસી હોય તેને મદદરૂપ થવાના હેતુથી રૂપીયા એકત્રીસ લાખ હાથઉછીની રકમ આપેલ અને તે રકમ પરત ચુકવવા આરોપીએ ફરીયાદીને તેની બેંકના કુલ બે ચેકો જેમાં એક ચેક રૂ.૧૫,૦૦,૦૦૦ તેમજ બીજો ચેક રૂ.૧૬,૦૦,૦૦૦ નો આપેલ, જે બન્ને ચેકો બેંકમાંથી અપુરતા ભંડોળના કારણે પરત ફરતા મીલનભાઇએ તેમના વકીલ શ્રી મારફત નોટીસ આપેલ. જે નોટીશનો આરોપી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવેલ અને રૂપીયા એકત્રીસ લાખ જેવી માતબર રકમ આરોપી ઓળવી ગયેલ હોય જેથી મીલનભાઇએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ દાખલ થતા કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કરેલ. આરોપી કોર્ટમાં હાજર થતા તેમણે પોતાનો ગુનો કબુલ રાખેલ નહીં અને કેસ કાર્યવાહી આગાળ ચલાવવામાં આવેલ હતો.

આ કેસમાં ફરીયાદી તરફે જાતે સોગંદપર જુબાની આપી તેની ફરીયાદીને સમર્થન આપવા અનેક દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ અને તેને સફળતા પૂર્વક કોર્ટમાં પુરવાર પણ કરવામાં આવેલ. આરોપી તરફેની કોઇ જ દલીલ કે રજુઆતોને કોર્ટે અમાન્ય ઠરાવેલ. સમગ્ર કેસકાર્યવાહીના અંતે ફરીયાદીના વકીલશ્રીએ કેસને સમર્થનમાં સચોટ દલીલ કરેલ, અને સર્વોચ્ય અદાલત તેમજ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી સફળતા પૂર્વક પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબીત કરેલ. આમ, ફરીયાદીએ પોતાનો કેસ સફળતા પુર્વક સાબીત કરતા જજ શ્રી એચ.એસ.દવેએ આરોપીને એક વર્ષની સજા તેમજ ૧૦૦૦નો દંડ કરતો હુકમ ફરમાવેલ અને જો દંડના ભરવામાં આવે તો વધુ એક માસની સજાનો હુકમ કરેલ.

આ અતી મહત્વના ચુકાદામાં ફરીયાદી તરફે વકીલશ્રી પિયુષ જે.કારીયા, પ્રધ્યુમનસિંહ એમ.જાડેજા તથા મોહિત લિંબાસીયા રોકાયેલ હતા.

(3:38 pm IST)