Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વોર્ડ સીમાંકનમાં અનામત બેઠકોનો ધરખમ ફેરફારઃ અનેક કોર્પોરેટરો પર લટકતી તલવાર

૮૦% વોર્ડની અનામત બેઠકો ફરી જતાં વર્તમાન કોર્પોરેટરોને કાં ઘરે બેસવુ પડશે અથવા વોર્ડ બદલવો પડે તેવી સ્થિતીઃ જો કે હજુ ૧૦ દિ' વાંધા સુચનો સ્વીકારીને પછી જ જાહેરનામુ ફાઇનલ થશે

રાજકોટ તા. ૪ :.. મ.ન.પા.ની સામાન્ય ચૂંટણીની તૈયારીનો ધમધમાટ સરકારે શરૂ કરી દીધો છે. અને તેના અનુસંધાને ગઇકાલે કલેકટર દ્વારા નવા સીમાંકનની સોંપણી કરી દીધી છે.

આ નવા સીમાંકનમાં શહેરમાં ભળેલા નવા પાંચ ગામોના ૧૮ વોર્ડમાં સમાવેશ કરી તે મુજબ દરેક વોર્ડમાં અનામત બેઠકોની ફાળવણી થતાં આ વખતે ૮૦ ટકા વોર્ડમાં અનામત બેઠકોનો ધરખમ ફેરફાર થઇ જતાં અનેક કોર્પોરેટરોને આગામી ચૂંટણી લડવા ઉપર લટકતી તલવાર જેવી સ્થીતી સર્જાઇ છે.

નવા જાહેર થયેલ સીમાંકન મુજબ વોર્ડ નં. ૧ માં આદીજાતિ અનામત કાઢી નાખી ત્યાં  અનુસુચિત જાતી સ્ત્રી અનામત રખાઇ છે. વોર્ડ નં. ર પછાત વર્ગ અનામત (સ્ત્રી) કાઢી નાખતા ૪ સામાન્ય વોર્ડ નં. ૩ માં અનુસુચિત સ્ત્રીમાંથી પછાત વર્ગ (પુરૂષ) કરાઇ છે.

વોર્ડ નં. પ માં અનુજાતી (પુ.) અનામત રખાઇ છે. વોર્ડ નં. ૭ માં અનુ. જાતી સ્ત્રી અનામત કરાઇ વોર્ડ નં. ૮ માં અનામત બેઠક કાઢી નંખાઇ વોર્ડ નં. ૯ માં પછાત વર્ગ (૩) અનામત કરાઇ વોર્ડ નં. ૧૦ પછાત વર્ગ (સ્ત્રી) અનામત રખાઇ છે.

વોર્ડ નં. ૧૧ માં અનુજાતી (પુ.) માટે બેઠક અનામત રખાઇ છે. વોર્ડ નં. ૧ર માં પછાત વર્ગ (સ્ત્રી) અનામત રખાઇ છે. વોર્ડ નં. ૧૩ માં અનુજાતી (પુ) કાઢી પછાત વર્ગ (સ્ત્રી) અનામત કરાઇ છે. વોર્ડ નં. ૧૪ અનુજાતી (સ્ત્રી) અનામત રખાઇ છે.

વોર્ડ નં. ૧પ માં અનુજાતી (પુ.) કાઢીને આદીજાની અનામત રખાઇ છે. વોર્ડ નં. ૧૭ માં પછાત વર્ડો (પુ.) અનામત રખાઇ છે.

આમ અનામત બેઠકોમાં ધરખમ ફેરફારો  થવાથી ભાજપ-કોંગ્રેસનાં અનેક સીનીયર અને ધુરેધર કોર્પોરેટરોને કાં તો વોર્ડ બદલવા પડશે અથવા ઘરે બેસવુ પડશે.

જો કે હજુ આ સીમાંકન સામે ૧૦ દિવસ વાંધા સુચનો કરી શકાશે.

(3:53 pm IST)