Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

લોધીકાના ખાંભા ગામની જમીન પુત્રીઓની સંમતિ વિના વેચાણ થતા કોર્ટમાં થયેલ દાવો

રાજકોટ, તા.૪: લોધીકા તાલુકાના ગામ ખાંભાના જુના રેવન્યુ સર્વે નં.૯૮ પૈકી ૩ નવા રેવન્યુ સર્વે નં.૨૨૩ની ખેડવાણ જમીન જે દિકરીઓનો પણ સહ-વારસ વાળી હોય તે જમીન દિકરીઓની સંમતિ વિના વેચાણ થતા દસ્તાવેજ રદ દાવો કોર્ટમાં થયેલ છે

આ દાવાની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામમાં વાદી ગીતાબેન હકાભાઇ ચૌહાણ, ભારતીબેન હકાભાઇ ચૌહાણ, નુતનબેન હકાભાઇ ચૌહાણ, ભાનુબેન હકાભાઇ ચૌહાણએ પ્રતિવાદી અશ્વિનભાઇ પરસોતમભાઇ લીલા (પટેલ) વિરૂધ્ધ લોધીકાની દિવાની અદાલત સમક્ષ એ બાબતનો દાવો કરેલ કે, રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના ગામ ખાંભાના જુના રેવન્યુ સર્વે નં.૯૫ પૈકી ૩ જેના નવા રેવન્યુ સર્વે નં.૨૨૩ની ખેડવાણ જમીન હે. આરે. ચો.મી.૧-૧૬-૩૫ જે મુળ ગુજરનાર કરશનભાઇ દેવાભાઇના નામે આવેલ ત્યારબાદ તેમનું અવસાન થતા તેમના સીધી લીટીના વારસો બાબુભાઇ કરશનભાઇ, મોહનભાઇ કરશનભાઇ, હકાભાઇ કરશનભાઇના નામે વારસાઇ નોંધ દાખલ કરી અને ત્યારબાદ ભાયુ ભાગે  ઘરમેળે સમજુતી કરી સદરહુ ખેડવાણ જમીન જુના રે.સ.નં.૯૫ પૈકી ૩ નવા રે.સ.નં.૨૨૩ વાળી જમીન હકાભાઇ કરશનભાઇનુ નામ દાખલ થયેલ. હકાભાઇ કરશનભાઇને સદરહુ જમીન પોતાના વડીલો તરફથી પ્રાપ્ત થયેલ હોય તેવોએ કોઇ જાત કમાણીમાંથી સદરહુ જમીન મેળવેલ ન હોય તેથી તે જમીનમાં તેમના કાયદેસરના સીધી લીટીના તમામ વારસદારોનો સહ હિસ્સો રહેલો હોય અને તેમને એકલાને સદરહુ જમીન વેચાણ કે વ્યવસ્થા કરવા હકક કે અધીકાર ન હોય અને તેમના સીધી લીટીના વારસદારો તમામનો હકક, હિસ્સો રહેલો હોય તેમ છતાં આ કામમાં સદરહુ ખેડવાણ જમીન એક યા બીજી રીતે પ્રતિવાદી અશ્વિનભાઇ પરસોતમભાઇ લીલાએ હકાભાઇ કરશનભાઇ કે જે વૃધ્ધ ઉમરના હોય, અભણ હોય તેમના એકલા પાસેથી અંગુઠાના નિશાનો કરાવી અને વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવેલ.

વેચાણ દસ્તાવેજમાં હકાભાઇ કરશનભાઇને પુત્રીઓ કે જેમને પણ હીન્દુ વારસા ધારાની જોગવાઇ મુજબ વડીલોપાર્જીત મિલ્કતમાં વારસાઇ હકક આપવામાં આવેલ હોય તેઓની કોઇ સંમતિ લેવામાં આવેલ નહી અને તેઓ વાદી પુત્રીઓ તમામ ઘણા વરસોથી લગ્ન થઇ ગયેલ હોય પોતાના સાસરે હોય તેમને અંધારામાં રાખી કોઇપણ જાતની જાણ કર્યા વિના પ્રતિવાદી અશ્વિનભાઇ પરસોતમભાઇ લીલાએ પોતાના જોગન  વેચાણ દસ્તાવેજ ગોંડલ સબ-રજી કચેરીના અનુક્રમ નં.૨૨૭૩, તા.૧૨-૪-૨૦૧૬ના રોજથી કરાવી લેવામાં આવેલ. જે હકીકતની જાણ વાદી પુત્રીઓને થતા પોતાના કાયદેસરના હકકોનું રક્ષણ કરવા અને સહ-વારસવાળી મિલ્કત ખેડવાણ જમીન સંમતિ વિના વેચાણ થયેલ હોય તે દસ્તાવેજ રદ કરવા લોધીકાના સીવીલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ છે. આ કામમાં વાદી વતી એડવોકેટ તરીકે જતીન ડી.કારીયા, ચિરાગ એસ. કારીયા, દિવ્યરાજસિંહ એન.જાડેજા, સંદીપ જી.વડોદરીયા, ભરત કે. પરમાર રોકાયેલ છે.

(3:49 pm IST)