Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

પીજીવીસીએલના નવા એમડી શ્વેતા તેઓટીયા રાજકોટમાં બપોર બાદ ચાર્જ સંભાળશેઃ ભાવિન પંડયાને ભાવભેર વિદાયમાન

પીજીવીસીએલના એમડી શ્રી ભાવિન પંડયાની બદલી થતા તેમને વીજતંત્ર દ્વારા ભાવભેર વિદાયમાન અપાયુ હતું. પ્રથમ તસ્વીરમાં નવા એમડી શ્રી શ્વેતા તેઓટીઆ, બીજી તસ્વીરમાં ચીફ ઈજનેર શ્રી ગાંધી, શ્રી પંડયાને શુભેચ્છા મોમેન્ટો આપતા, ત્રીજી તસ્વીરમાં ઉપસ્થિત ભાવિન પંડયા સાથે ચીફ ઈજનેર શ્રી કોઠારી, શ્રી ગાંધી તથા અન્ય અધિકારીઓ નજરે પડે છે.

રાજકોટ, તા. ૪ :. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના નવા એમ.ડી. તરીકે શ્રી શ્વેતા તેઓટીયાની નિમણૂંક થઈ છે, તેઓ રાજકોટમાં મુકાયેલા નવા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલના ધર્મપત્ની છે, બન્ને દંપતિ આજરોજ ચાર્જ સંભાળી રહ્યા છે. વીજખાતાના અધિકારી સૂત્રોના ઉમેર્યા મુજબ શ્રી શ્વેતા તેઓટીયા આજે બપોર બાદ ચાર્જ સંભાળી રહ્યા છે. તેઓ શ્રી ભાવિન પંડયાના અનુગામી બનશે.

દરમિયાન વિદાય લઈ રહેલા એમ.ડી. શ્રી ભાવિન પંડયાને અધિકારીઓ - સ્ટાફ દ્વારા ભાવભેર વિદાયમાન અપાયુ હતું.

આ પ્રસંગે ચીફ ઈજનેરો શ્રી ગાંધી, શ્રી કોઠારી તથા અન્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(5:11 pm IST)