Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

વ્યાજની ઉઘરાણી માટે નવાગામમાં ફાયરીંગ કરનાર મોરબીના ભારૃભા ગઢવીને પકડી લેતી બી-ડિવીઝન પોલીસઃ તમંચો કબ્જે

રાજકોટ : નવાગામ આણંદપર શેરી નં. ૧માં રહેતાં અને રામજી મંદિર પાસે સપના ડેરી ફાર્મ નામે દૂધને ડેરી ધરાવતાં જય વેલજીભાઇ હેરમા (ઉ.૨૭) પાસેથી વ્યાજના આઠ લાખ માંગી નવાગામ છપ્પનીયા કવાર્ટરના અરવિંદ ગઢવી અને ભારૃ ગઢવીએ હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યુ હતું. ૨૩મીએ રાત્રે બનેલા આ બનાવ સંદર્ભે બંને સામે મનીલેન્ડ એકટની તથા આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી)એ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં નવાગામ છપ્પનીયા કવાર્ટર સર્વેશ્વર સોસાયટીમાં રહેતાં અરવિંદ ગોવિંદભાઇ નૈયા (ગઢવી) (ઉ.૩૯)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભારૃભા લાલુભા બાવડા (ગઢવી) (ઉ.૪૨-રહે. મોરબી લીલાપર રોડ ગોૈશાળાની બાજુમાં, હાલ નવાગામ શકિત સોસાયટી-૮) હજુ ફરાર હતો. દરમિયાન તે જન્માષ્ટમીના દિવસે તેના ઘર તરફ આવ્યાની બાતમી મળતાં તેને દબોચી લઇ તેની પાસેથી દેશી તમંચો રૃા. ૧૦ હજારનો તથા ફુટેલો કાર્ટીસ કબ્જે લીધા છે.

ફયિરાદી જય હેરમાના મોટા ભાઇ જીજ્ઞેશભાઇએ દસ વર્ષ પહેલા રૃા. ૩ લાખ અરવિંદ ગઢવી પાસેથી ૫ ટકે લીધા હતાં. તેની સામે કુલ રૃા. ૫ લાખ ભરપાઇ કર્યા છે. છતાં અરવિંદ હજુ ૮ લાખ માંગી અવાર-નવાર ધમકી આપતો હતો અને ૨૩મીએ આ માટે ફરીથી ડખ્ખો કરી હુમલો કર્યો હતો.

અરવિંદ અગાઉ ઝડપાઇ ગયો હતો. ભારૃભાને એસીપી બી. બી. રાઠોડ તથા  પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, મહશેગીરી ગોસ્વામી, હિતુભા ઝાલા, વિરમભાઇ ધગલ, અજીતભાઇ લોખીલ, મહેશભાઇ ચાવડા, એભલભાઇ બરાલીયા, મનોજભાઇ મકવાણા, કિરણભાઇ પરમાર સહિતે પકડી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. (૧૪.૧૦)

(12:22 pm IST)