Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

પ્ર.નગર પોલીસે પરસાણાનગરમાં જૂગાર રમતાં ૭ને પકડ્યા

રાજકોટઃ જામનગર રોડ પરસાણાનગર-૯ અમરનાથ પાર્ક બ્લોક નં. ૧૪૭માં રહેતાં જયંતિ મોહનભાઇ ઝાલા (ઉ.૪૫)ના ઘરમાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી તેને તથા ચેતન ગીરધરભાઇ પરમાર (ઉ.૨૪), દિવ્યેશ મનસુખભાઇ જેઠવા (ઉ.૩૨), કપિલ ઉર્ફ બંટી રાજુભાઇ વાણીયા (ઉ.૨૧), ગીરધર ધીરૃભાઇ ગોરી (ઉ.૪૨), રવિ પ્રવિણભાઇ પરમાર (ઉ.૩૧) અને ભીખુ લાલજીભાઇ વાઘેલા (ઉ.૩૨)ને પકડી લઇ ગંજીપાના અને રૃા. ૨૭૪૯૦ કબ્જે લીધા હતાં.

દારૃ પી વાહન હંકારતો કિરીટ બારોટ પકડાયો

રાજકોટઃ અટીકા પાસે વિરાટનગર-૫માં રહેતો કિરીટ મનુભાઇ વીસાણી (બારોટ) (ઉ.૪૮) દારૃ પી નંબર વગરનું એકટીવા હંકારી સોરઠીયા વાડી સર્કલ પાસેથી નીકળતાં ભકિતનગરના હેડકોન્સ. મહેન્દ્રસિંહ કે. ડોડીયાએ પકડી લીધો હતો. 

(12:16 pm IST)