Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

લોઠડામાં ચકલા-પોપટના ચિત્રો પર જૂગાર રમતાં પાંચને આજીડેમ પોલીસે પકડ્યા

જ્યારે આજીડેમ પોલીસે લોઠડા ગામે ફુલવાણી પાસે અવેડા નજીક જાહેરમાં ચકલા-પોપટના ચિત્રો પર જૂગાર રમતાં ધીરૃ વેલાભાઇ મેર (ઉ.૪૫), ભુપત ઉર્ફ પોપટ બીજલભાઇ સદાદીયા (ઉ.૩૧), બેચર ભીમાભાઇ સોમાણી (ઉ.૩૮), મુન્ના ધીરૃભાઇ મેર (રહે. બધા લોઠડા) તથા રાહુલ કેશુભાઇ મકવાણા (રહે. અમરનગર-મવડી)ને પકડી લઇ રૃા. ૧૩૮૨૦ની રોકડ તથા ચકલા-પોપટના ચિત્રો વાળા કાર્ડ કબ્જે લીધા હતાં.

પી.આઇ. પી.એન. વાઘેલા, પીએસઆઇ કે. જી. સિસોદીયા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ ભીંસડીયા, શૈલેષભાઇ નેચડા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

(12:16 pm IST)