Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

આઠમને દિવસે જૂગારના ત્રણ દરોડામાં ૨૨ પકડાયાઃ ૮૦,૮૫૦ની રોકડ કબ્જે

રાજકોટઃ પોલીસે આઠમના દિવસે જૂગારના ત્રણ દરોડામાં ૨૨ શખ્સોને પકડી લઇ રૃા. ૮૦૮૫૦ની રોકડ કબ્જે લીધી હતી. કોઠારીયા રોડ પર મારૃતિનગર-૬માં રહેતી નીલમબેન ઉર્ફ નીલુબેન લક્ષમણભાઇ સગર (ઉ.૩૧) ઘરમાં જૂગાર રમાડતી હોવાની બાતમી મળતાં ભકિતનગર પોલીસે દરોડો પાડી તેને તથા અજીત કેશુભાઇ સગર (ઉ.૩૧), ભાવેશ ચંદુભાઇ ખુવા (ઉ.૨૭), મેહુલ દિનેશભાઇ ગણાત્રા (ઉ.૨૭), રજની મનસુખભાઇ ટિલાવત (ઉ.૩૪), દિલીપ વાલજીભાઇ જોલાપરા (ઉ.૨૮), કિરણ જેનતીભાઇ ચૌૈહાણ (ઉ.૪૦), મહેશ મોહનભાઇ વાઢેર (ઉ.૩૯), સન્ની રાવતભાઇ દેથાળીયા (ઉ.૨૯) અને જમન બાબુભાઇ મકવાણા (ઉ.૨૮)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૃા. ૩૯૪૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતે દરોડો પાડ્યો હતો.

(12:15 pm IST)