Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ખીરસરા રીવરફ્રન્ટનું લોકાર્પણ : સેવાભાવીઓનું સન્માન

રાજકોટ : લોધીકા તાલુકાના ખીરસરા ગામની મહાદેવળી નદી ઉપર બનાવવામાં આવેલ ખીરસરા રીવરફ્રન્ટનુ઼ લોકાર્પણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રંસગે લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પંચાયત પ્રમુખ હરીશ્ચંદ્રસિંહ જાડેજા, રા.લો.સંઘના વાઇસ ચેરમેન મનસુખભાઇ સરધારા, જિલ્લા ભાજપ અગ્રણી મોહનભાઇ દાફડા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડ, તાલુકા પંચાયત અધ્યક્ષ દિગુભા જાડેજા, રાજકોટ જિલ્લા બેંકના ડીરેકટર વિરભદ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય ભીખુભાઇ ડાંગર, તાલુકા ભાજપ મહામંત્રી લાખાભાઇ ચોવટીયા, મોહનભાઇ ખુંટ, હરભમભાઇ કુગશીયા, વાજડી વડના ગોવિંદજી ગોહીલ, ભીખુભા ડાભી, અશોકસિંહ ખેરડીયા, ખીરસરા ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપીપળીયા સરપંચ કમલેશભાઇ સાકરીયા, મોટાવડા જાડેજા જેન્તીભાઇ સભાયા, દીલીપભાઇ કુગશીયા, ખીરસરા પંચાયત સભ્ય રઘુવીરસિંહ જાડેજા, ઉપસરપંચ મુકેશભાઇ સાગઠીયા, માવજીભાઇ સાગઠીયા, સરપંચ મિલનભાઇ કથીરીયા, રાહુલકુમાર જાડેજા, કિશોરસિંહ જાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનહરસિ઼હ જાડેજા, મુળજીભાઇ સાગઠીયા, સોમાભાઇ સાગઠીયા, રાજુભાઇ રાઠોડ, ભરતભાઇ સાગઠીયા, ખીમજીભાઇ સાગઠીયા તેમજ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહેલ. આ તકે જળદેવીનું પૂજન કરી ગામમાં વયોવૃધ્ધ વડીલોની સેવા કરનાર તેમજ પશુ પક્ષીઓ માટે ચણ - પાણીની વ્યવસ્થા કરનાર સર્વશ્રી હરીબાપા સરવૈયા, ઉકાભાઇ સરમારી, રવજીભાઇ ગુજરાતી, મનજીભાઇ વાગડીયા સહીતનાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. સમગ્ર લોકાર્પણ કાર્યક્રમનું આયોજન જય સાગઠીયાએ કર્યુ હતુ.

(4:01 pm IST)