Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સેલસ હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

ભાઇ-બહેનના પ્રતિક સમા રક્ષાબંધનની સેલસ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓ સાથે ભાવસભર અને અનોખી ઉજવણી કરવામાં આવી. કોરોનાગ્રસ્ત દર્દીઓને નર્સ અને હોસ્પીટલની સ્ટાફ બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સેલસ હોસ્પીટલ કે જેમાં હાલ માત્ર કોવિડ-૧૯ ના દર્દીઓની જ સારવાર કરવામાં આવે છે તેના ડાયરેકટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે આ હોસ્પીટલને સરકારે કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર માટે મંજુરી આપતા આખી હોસ્પીટલનું અત્યાધુનિક બિલ્ડીંગ કોવિડના દર્દીઓ માટે ફાળવાયું. હાલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કુલ ૩૪ ભાઇ બહેનો સાથે હોસ્પીટલના સ્ટાફે રક્ષા બંધનની અનોખી ઉજવણી કરી હતી. નર્સ અને સ્ટાફ બહેનોએ કોવિડ-૧૯ ના તમામ પ્રોટોકોલનું પાલન કરતા પીપીઈ કિટ પહેરીને દર્દીઓના બહેન સાથે વીડિયો કોલ કરી તેના વતી ભાઇના કાંડે રાખડી રૂપી રક્ષા બાંધી હતી. ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

(4:00 pm IST)