Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોના યોધ્ધા પોલીસ સ્ટાફનું અભિવાદન

કોરોનાના કહેર વચ્ચે ફરજ બજાવી રહેલ પોલીસ અધિકારીઓ અને સ્ટાફનું કોંગ્રેસ ફરીયાદ સેલ દ્વારા સન્માન કરાયુ હતુ. શહેર પોલીસ એ.એસ.આઇ. કૈયાબેન ચોટલીયા, મધુબેન પરમાર, પી.આઇ. સી. જે. જોષી, પી.આઇ. એન. એમ. ચુડાસમા, પી.એસ.આઇ. જે. કે. મહેતા, પી.આઇ. બી. એમ. કાટરીયા, પી.એસ.આઇ. ડામોર, એ.એસ.આઇ. ગજેન્દ્રસિંહ જાડેજા, વીરમભાઇ ધગલ, ભાસ્કરભાઇ પંડયા, પી.આઇ. સુખવીંદર ગડુ, પી.એસ.આઇ. આર. એન. હાથલીયા, માલવીયા પોલીસ સ્ટેશન સ્ટાફનું સન્માન કરાયુ હતુ.  આ સન્માન કાર્યમાં કોંગ્રેસ ફરીયાદ સેલના ચેરમેન આશીષસિંહ વાઢેર તેમજ ઠાકરશીભાઇ ગજેરા, રાજુ પારેખ, રાજુ માંડલીયા, ધમભા પરમાર, સંદીપ રાબસીયા, હિતેશ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)