Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બહાર નિકળનારા અને દુકાનદારો અને વાહન ચાલકો સહિત ૬૭ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ તા. ૪ :.. કોરોના વધુ વકરી રહ્યો છે. શહેરમાં ચિંતા વધી રહી છે. અનલોક-૩ લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે અલગ - અલગ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. છતાં કેટલાક લોકો જાગૃત થવા તૈયાર થતા નથી જેમાં પોલીસે અલગ-અલગ વિસ્તારના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં બીન જરૂરી ઘરની બહાર નીકળનારા ૩૩ તથા સેલ્સ એજન્સી, બેકરી, હોટલ, પાનની દુકાન ઇન્ડાની લારી પાસે ગ્રાહકો એકઠા કરનારા વેપારીઓ તથા ટુ વ્હીલરમાં ત્રીપલ સવારી અને કારમાં વધુ પેસેન્જર બેસાડી નીકળનારા ચાલકો સહિત ૬૭ ને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.એ ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તાર સોની બજાર દરબારગઢ ચોકમાંથી ભાવીન મુકુંદભાઇ ડેલાવાળા, મુકંદ લક્ષ્મીચંદભાઇ ડેલાવાળા, બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ વૃંદાવન પાર્ક શેરી નં. ૧ માંથી ભીખુ ડાયાભાઇ જાગાણી, વલ્લભ લવજીભાઇ લીંબાસીયા, રણછોડનગર શેરી નં. રપ માંથી ચિરાગ છગનભાઇ કાકડીયા, મિતેષ ચંદુભાઇ લુણાગરીયા, સંત કબીર રોડ શકિત સોસાયટીમાંથી અનિલ અવચરભાઇ લીંબાસીયા, તથા થોરાળા પોલીસે સ્ટેશન સામેથી કારમાં માસ્ક પહેર્યા વગર પાંચ વ્યકિતને બે સાડી નીકળેલા ચાલક રામજી ઉકાભાઇ ચૌહાણ (ઉ.પ૦), ઇકોમાં સાત પેસેન્જરને બેસાડી નીકળેલા ચાલક વસીમ મજીદભાઇ મંડલીયા, ઇકો કારમાં છ પેસેન્જરને બેસાડીને નિકળેલા ચાલક મહેન્દ્ર નાનાજીભાઇ સુરાણી, ઇકો કારમાં છ પેસેન્જરને બેસાડીને નિકળેલા સિધ્ધરાજસિંહ અનોપસિંહ જાડેજા, કન્ટેઇનમેન્ટ ઝોન શકિત સોસાયટી-૬ માંથી મેહુલ કિરણભાઇ લખતરીયા, તથા ભકિતનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન સાધના સોસાયટી શેરી નં. ૧ માંથી છગન ભગવાનજીભાઇ વોરા, કાનજી ભગવાનજીભાઇ વોરા, ઓમ તિરૂપતી બાલાજી પાર્ક શેરી નં. ૧ માંથી સાગર સુરેશભાઇ રામાણી, પ્રતિક જયંતીભાઇ આસોદરીયા, રજત સોસાયટી શેરી નં. ૧માંથી રવી જેરામભાઇ પીપળીયા, માસ્તર સોસાયટી શેરી નં. ૧૧ માંથી નરેશ બાવાભાઇ હુંબલ, મોહન વેલજીભાઇ પીપળીયા, સોરઠીયાવાડી સોસાયટી શેરી નં. ૬ માંથી જય દીનેશભાઇ પાંભર, તથા આજી ડેમ પોલીસે માનસરોવર પાર્ક, શેરી નં. ર માંથી સુનિલ નાગજીભાઇ સરવૈયા, રાજેશ વેલજીભાઇ કારેણા, તથા માલવીયાનગર પોલીસે સરદારનગર સોસાયટી શેરી નં. ૭ માંથી મહેશ શીવાભાઇ ટીલાળા, ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગર મેઇન રોડ પરથી મોહીત પ્રફુલભાઇ નીમાવત, સચિન પ્રવિણભાઇ કપુપરા, રઘુ રમેશભાઇ વાંજા, અંબાજી કડવા પ્લોટ-૩ માંથી દેવસિંગ માનસીંગભાઇ જરીયા, જેની ભરતભાઇ જોટંગીયા, ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર પાસેથી ચંદુ ગોરધનભાઇ વડગામા, દિપેન હિતેષભાઇ વ્યાસ, અતિથી ચોક પાસે પંચવટીનગર-૧ માંથી પાવક અતુલભાઇ જોબનપુત્રા, એમ. પી. પાર્ક શેરી નં. ૧ માંથી ગણેશ કરણભાઇ ચંદ, તથા પ્ર.નગર પોલીસે જામનગર રોડ જામટાવર ચોકમાંથી રીક્ષા ચાલક નજીર દાઉદભાઇ ધુમરા, વિપુલ જગદીશભાઇ ઝાલા, રેસકોર્સ રીંગ રોડ પરથી એકસેસમાં ત્રીપલ સવારી નીકળેલા રેખાબેન જીજ્ઞેશભાઇ કાનાબાર, કીશાનપરા ચોક પાસેથી રીક્ષા ચાલક નરેશ માધાભાઇ સમેચા, કન્ટેઇનમેન્ટ ઝોન પરસાણાનગર શેરી નં. ૩ માંથી અનુપમ અશોકભાઇ આહુજા, રવી રમેશભાઇ નાવાણી તથા ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા સામે બાપા સીતારામ કોલ્ડ્રીંકસ નામની દુકાન ખુલ્લી રાખનાર દામજી ભવાનભાઇ બસીયા, તથા તાલુકા પોલીસે નવા દોઢસો ફુટ રોડ પર પાટીદાર ચોકમાંથી કારમાં છ મુસાફરોને બેસાડીને નીકળેલા કૌશલ જાદવભાઇ મુછડીયા, આશુતોષ દિનેશભાઇ શર્મા, હર્ષલ ખોડીદાસભાઇ રાઠોડ, વિરાજ જતીનભાઇ પરમાર, કેવલ મહેશભાઇ ડાંગર, મીહીર પ્રવિણભાઇ સોલંકી, કણકોટ પાટીયા પાસેથી મુકુલ કિશોરભાઇ ચાવડા, યોગેશ રમેશભાઇ ચાવડા, હિંમત સામંતભાઇ ચાવડા, ૪૦ ફુટ રોડ પર ગોપીનાથ સેલ્સ એજન્સી નામની દુકાન બહાર  ગ્રાહકો એકઠા કરનાર વિશાલ મનસુખભાઇ સીદપરા, માધવ બેકરી પાસે ગ્રાહકો એકઠા કરનાર જયવંત માવજીભાઇ ડોડીયા, પાટીદાર ચોક પાસેથી કારમાં બેઠેલા રેનીશભાઇ મુળજીભાઇ લાલકીયા, વિપુલ ચંદુભાઇ વાછાણી, અંકુર મનસુખભાઇ ભુત, દીપક સુરેશભાઇ દઢાણીયા, રોયલ દીપકભાઇ ભાલોડીયા, મટૂકી હોટલ પાસે દ્વારકાધીશ પાન અને ચા ની કેબીન પાસે ગ્રાહકો એકઠા કરનાર દાના મેલાભાઇ શેફાતરા, ન્યુ રાજદીપ સોસાયટી શેરી નં. ૧ માંથી કેતન ગોબરભાઇ ટોયટા, કન્ટેઇનમેન્ટ ઝોન માધવપાર્ક-૧ શેરી નં. રમાંથી  પ્રવિણ કેશુભાઇ પાંભર, બાબુ બટૂકભાઇ વિરડીયા, તથા યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ ગીરીરાજનગર પાસે ખોડીયાર પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર અમીત કાકુભાઇ ચુડાસમા, સ્ટર્લીંગ હોસ્પિટલના ગેઇટ પાસે ઇંડાની લારી પાસે ગ્રાહકોની ભીડ એકઠી કરનાર જાવેદ સિરાજભાઇ વડોદરીયા, મંુજકા ગામ પાસે દ્વારકાધીશ નામની હોટલમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર મયુર અશોકભાઇ નથવાણી, જતીન ભરતભાઇ ઉનડકટ, યુનિવર્સિટી  રોડ એફ. એસ. એલ. ઓફીસની સામે દ્વારકાધીશ નામની હોટલમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર  કાના નાગજીભાઇ પરમાર, ગૌરાંગ હસમુખભાઇ ઠાકર તથા રામજી દાનાભાઇ રાઠોડને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:50 pm IST)