Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પત્નિએ પતિ વિરૂધ્ધ ભરત પોષણ મેળવવા કરેલ અરજીને રદ કરતી કોર્ટ

અરજદારના લગ્નતેર સંબંધ અંગેની રજુઆત બાદ ફેમેલી અદાલતે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૪: અરજદારોનાં ભરણ પોષણની અરજી લગ્નતેર સબંધોનાં કારણે રદ કરવાનો ફેમીલી કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટનાં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ ત્રિલોક પાર્કનાં કવાટર્સમાં રહેતા અરજદાર રાજેશ્રીબેન ચૌહાણનાએ તેમનાં પતિ સતિષ વાઘજીભાઇ મેંદપરા (પટેલ) વિ. રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજદાર અને સગીર પુત્રી-રીયાનું ભરણપોષણ મેળવવા સામાવાળા વિરૂધ્ધ અરજી કરેલ.

આ અરજીનાં કામે સામાવાળાએ અરજદાર લગ્નતેર સબંધો ધરાવતા હોવા અંગેનાં અરજદારનાં અન્ય વ્યકિત સાથેનાં ફોટોગ્રાફસ-૧૪ તેમજ લગ્નતેર સબંધો અંગેની બે સીડીઓ રજુ કરેલ જે અંગે અરજદાર તરફે ઇલેકટ્રોનીકસ એવીડન્સ સામાવાળાએ પુરાવા અધિનિયમની જોગવાઇ મુજબ પુરવાર કરેલ નથી તે અંગેની મોટા પાયે તકરાર લીધેલી, પરંતુ સામાવાળા તરફે સુપ્રીમ કોર્ટનાં સને-ર૦૧૮નાં છેલ્લા જ જમેન્ટ મુજબ એવીડન્સ એકટ-૬પ(બી) મુજબનું સોગંદનામું દરેક કિસ્સામાં આપવું જરૂરી નથી માત્ર ઇલેકટ્રીક પુરાવો કયાં સ્ત્રોત મારફત મળેલ છે તેવું કોર્ટને સંતોષકારણ દર્શાવ્યેથી પણ ઇલેકટ્રોનીકસ પુરાવો પુરાવામાં માન્ય રાખવો જોઇએ.

આ કામે અદાલતે અરજદારનું બંને સીડીઓમાંનું વર્ણન જોઇને આ કામે અરજદારોની ભરણ પોષણની અરજી રદ કરતો પતિની તરફેણમાં કાયદાનું સાચું અર્થઘટન કરતો ચુકાદો આપેલ છે. વધુમાં આ કામે સાહેદને ચાલુ જુબાનીએ વધુ પુરાવાઓ આપતા અટકાવવા અરજદારે ગાંધીગ્રામ-ર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સાહેદ નરેશભાઇ જીલાભાઇ ઠાકોર વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ તા. ર૦/૧ર/ર૦૧૯નાં રોજ આપેલી. આમ છતાં આ સાહેદે કોઇપણ જાતનાં ડર અને ભય વગર કોર્ટ સમક્ષ વધુ જુબાનીમાં સાચી વિગતો આપેલી. આમ આ કેસ લગભગ પાંચ વર્ષ જુદી-જુદી કાનુની તકરારોમાં રહેલો. પરંતુ આખરે ફેમીલી કોર્ટ-૧નાં જજશ્રી ગનેરીવાલા અરજદારોની ભરણ પોષણની અરજી રદ્દ કરી સારો કાયદાકીય અર્થઘટનવાળો ચુકાદો ભરણપોષણનાં કામે આપેલ છે. આ કામે સામાવાળા સતિષભાઇ પટેલ તરફે યુવા ધારાશાસ્ત્રી કેતન એન. સિંધવા, અતુલ વી. પટેલ તથા ભૌતિક કાલારીયા રોકાયેલા હતા.

(2:50 pm IST)