Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આવતીકાલ અયોધ્યામાં થનાર ભુમિપુજનની ઐતિહાસીક ઘડીને વકીલો દ્વારા વધાવાશે

વિવિધ વકીલ મંડળો દ્વારા કાલે કોર્ટ નજીક આતશબાજી કરાશે

રાજકોટ તા. ૪: આવતી કાલે બપોરે ૧ર-૩૦ વાગ્યે રામજન્મભુમી અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થા સમાન અયોધ્યામાં પ૦૦ વર્ષ પછી ભારતના સૌથી વધુ લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી તથા સુપ્રસિધ્ધ સંત અને મહંતો દ્વારા રામ મંદિરનું ભૂમિ પુજન થનાર છે.

આ ઐતિહાસિક ક્ષણમાં સમગ્ર ભારતના લોકોનું આસ્થા સમાન રામમંદિર હોય આ ક્ષણે રાજકોટના એડવોકેટો દ્વારા બપોરે સવા બારે ભેગા થઇ અને એક બીજાને પેંડા ખવડાવી મીઠા મોંઢા કરાવી અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક ક્ષણને વધાવશે તેમ વકીલોએ જણાવે છે અને તમામ વકીલોએ ઉપસ્થિત રહેવા જણાવેલ છે.

આ ઐતિહાસિક ક્ષણે રાજકોટ બાર એસો. ક્રીમીનલ બાર એસો. કલેઇમ બાર એસો. રેવન્યુ બાર એસો., મહિલા બાર એસો. યુવા લોયર્સ, વિગેરે એસો.ના સભ્યો ઉપસ્થિત રહેશે.

(2:50 pm IST)