Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ઝઘડો થયા બાદ છુટા પડી ગયા, પણ ખોવાઇ ગયેલી ચાવી શોધવા જતાં રવિને છરી ઝીંકાઇ

અરમાન અને ગોંડાને થયું ફરી ઝઘડો કરવા આવ્યો ને તૂટી પડ્યાઃ ગંજીવાડામાં બનાવ

રાજકોટ તા. ૪: રાજારામ સોસાયટીમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો રવિ ભગવાનજીભાઇ વાવડીયા (કોળી) (ઉ.વ.૨૦) રાતે નવેક વાગ્યે ગંજીવાડા મહાકાળી ચોકમાં હતો ત્યારે અરમાન અને ગોંડાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી છરીથી છાતીમાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. રવિએ કહ્યું હતું કે તે તેના મિત્ર સુભલો અને સાજીદ સાથે સાડા આઠેક વાગ્યે ગંજીવાડા ચોકમાં ગયો હતો. ત્યારે સાજીદને ગોંડા સાથે ઝઘડો થયો હતો. એ પછી બધા છુટા પડીને નીકળી ગયા હતાં. પોતે પણ નીકળી ગયો હતો. પણ બાદમાં ખબર પડી હતી કે ઝઘડા વખતે છોડાવવા જતાં પોતાની હોન્ડાની ચાવી પડી ગઇ છે. આથી પોતે ફરીથી ગંજીવાડામાં ચાવી શોધવા જતાં અરમાન અને ગોંડાને તે ફરી ઝઘડો કરવા આવ્યાનું લાગતાં છરીથી હુમલો કરાયો હતો.

(1:05 pm IST)