Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સિવિલ હોસ્પિટલનું કોવિડ કેર સેન્ટર એટલે માનવતાની મહેકથી મધમધતું આત્મિય કેન્દ્ર

રક્ષા બંધનના તહેવારને દિવસે દાખલ દર્દીઓ અને ફરજ પરના નર્સિંગ સ્ટાફના બહેનો વચ્ચે સર્જાયા લાગણીભીના દ્રશ્યો : કોરોના કેર સેન્ટરમાં હું રક્ષાબંધન કેમ ઉજવીશ એવી મુંજવણ હતી ત્યાં જ નર્સિંગ સ્ટાફની બહેનો આવી, રાખડી બાંધી અને મીઠુ મોઢુ કરાવ્યું: આંખમાં હર્ષના આંસુ આવી ગયા, આવી બહેન દિકરી ભગવાન સોૈને આપેઃ ૧૦ દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દી દિલીપભાઇ લાઠીગ્રા ગદ્દગદીત થયા : સેનેટરી ઈન્સ્પેકટર અને સુપરવાઈઝર આરતીબેન વાધેલાએ કહ્યું-મારી જીંદગીનો આ પ્રથમ કિસ્સો છે કે મંે મારા સગાભાઈ સિવાય અન્ય કોઈને ભાઈ માનીને રાખડી બાંધી હોયઃ કોવિડ સેન્ટરમાં એક દાદાને રાખડી બાંધી ત્યારે તેઓ રડી પડ્યા હતાં...તેમના આભાર દિકરી એ શબ્દો કાયમ યાદ રહેશે

રાજકોટ તા.૪:'ઘર અને પરીવારથી દુર અને કોરોના કેર સેન્ટર જેવા આઇસોલેશનની વિકટ પરિસ્થિતીમાં હું કેમ રક્ષબંધન ઉજવીશ?આ વિચારથી મનોમન મુંઝવણ અનુભવતો હતો પરંતુ આરતીબેન અને તેની ટીમના સભ્યોએ આવીને સવારમાં જ અમને રાખડી બાંધી દીધી અને મોઢું મીઠુ કરાવ્યું. મને મારી બહેન અને દિકરીની યાદ આવતા હું થોડીવાર રડી પડ્યો હતો. હું આ મેડીકલ સ્ટાફની બહેનોને અંતરથી આર્શિવાદ આપુ છું કે આવી વ્હાલી બેન કે દિકરી ભગવાન દરેક વ્યકિતને આપે,જે પારકાને પણ પોતાના બનાવી જાણે છે. મારા જીવનના છેલ્લા ૫૮ વર્ષમાં પ્રથમ વખત મને બીજી કોઈક વ્યકિતએ રાખડી બાંધી દીધી'. આ શબ્દો છે હર્ષાશ્રુસાથે લાગણીભીના થયેલાદિલીપભાઈ વિનોદરાય લાઠીગરા કે જેઓછેલ્લા ૧૦ દિવસથી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. તેઓ વધુમાં જણાવે છે કે મારા ઘરમાં પાંચ સભ્યો છે પણ તે બધા હોમ કવોરેન્ટાઈન છે. તેથી કોઈ મારી સાથે નથી.

રક્ષાબંધન એટલે બહેન દ્વારા ભાઇને રક્ષાકવચ બાંધી ઇશ્વર પાસે તેની ક્ષેમકુશળતા દાખવવાનો પવિત્ર તહેવાર. ભાઇબહેનના પરસ્પર પ્રેમભાવને પ્રતિબિંબીત કરતા આવા પવિત્ર તહેવારે દરેક ભાઇને બહેન દ્વારા રક્ષકવચ બંધાવવાની મહેચ્છા હોય તે સ્વાભાવિક છે. આ વર્ષે કોરોના સંક્રમણની મહામારીના કારણે ઘણા દર્દીઓ એવા જોવા મળ્યા કે જેઓ જીવનમાં પહેલી વખત પોતાના ભાઈ કે બહેનથી દૂર રહીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવી શકે તેમ નથી.

પરંતુ રાજકોટના સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોરોનો કેર સેન્ટરના આઇસોલેશનમાં રહેલા ભાઇઓને આ પવિત્ર તહેવારે ભાઇબહેનના સંવેદનાસભર ભાવથી ભીંજવવા કોરોના કેર સેન્ટરના સેવાભાવી ફરજનિષ્ઠ સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યુ હતુ. સલામતીના માર્ગદર્શિકા મુજબના પગલાઓના પાલન સાથે રક્ષા કવચ બાંધી માનવતાની મહેંક પ્રસરાવવાનું ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડયું છે.સેનેટરી ઈન્સ્પેકટર અને સુપરવાઈઝર આરતીબેન વાધેલા જણાવે છે કે,કોવિડ કેર સેન્ટર-રાજકોટ ખાતે છેલ્લા એકાદ મહિનાથી ફરજ બજાવું છું. મારા માટે મારી ફરજ એ મારી પ્રાથમિકતા છે. આજે મોર્નિંગ થી હું ડ્યુટ માં છું. મે મારા ભાઈઓને રાખડી નથી બાંધી સમય મળે ત્યારે હું અને મારો પરિવાર રક્ષાબંધન ઉજવશું. મારી જીંદગીનો આ પ્રથમ કિસ્સો છે કે મે મારા સગાભાઈ સિવાય અન્ય કોઈને ભાઈ માનીને રાખડી બાંધી હોય. પણ આજે મે કોવિડ સેન્ટર ખાતે મેં એક દાદાને રાખડી બાંધી ત્યારે તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તેમને તેની બહેન અને દિકરીની યાદ આવી ગઈ જે દર વર્ષે તારી જેમ જ રાખડી બાંધી દેતા. તારો આભાર દિકરી. આ શબ્દો મારા માટે યાદગાર બની રહેશે.

આવુંજ કંઇક કોરોના કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા ઈમ્તિયાઝ ભાઈ સત્ત્।ારભાઈ જણાવે છે કેમને કોરોના થયો છે અને મારો પરિવાર કવોરેન્ટાઈન છે. મારા બે બહેનો આ દુનિયામાં નથી ત્રીજા બહેન બહારગામ વસવાટ કરે છે. કોરોનાના સમયમાં એ પણ મારા ઘરે આવી શકે તેમ નથી.

એવા સમયે આજે આરતી બહેન અને તેની ટીમના સભ્યો પી.પી.ઈ. કીટમાં આવીને મને રાખડી બાંધી દીધી અને મને મોઢું મીઠું કરાવ્યું. અંતરમાં જે ખુશી થઈ છે તેના શબ્દો નથી. અમને તો આવા સેવાભાવી બહેન મળ્યા છે અમે કોરોનાથી નિશ્યિત સાજા થઈ જશુ.

આ સમગ્ર વ્યવસ્થાપનમાં પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ,નોડલ અધિકારી  વિશાલભાઈ કપુરીયા,નોડલ મેડીકલ ઓફિસર તથા નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફના ઉત્સાહ અને સઘન પ્રયાસોના કારણે સારવાર લઈ રહેલા ૪૮ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.કહેવાય છે ને કે ધર્મ આપણને સમાનતા અને સમભાવ શિખવે છે કોરોના સંક્રમણના આ કુદરતી આફતના સમયમાં પણ આ તહેવારે કોરોના કેર સેન્ટર ખાતે સામાજીક સમભાવ અને એકતાની પ્રતિતી કરાવી છે. તહેવારએ માનવીય સંબંધોને તમામ ભેદભાવથી પર એવા સમાજિક સમભાવ સાથે એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ પુરૂ પાડે છે. અનેકતામાં એકતાની અનુભૂતી કરાવતી આ જ છે આપણા સાંસ્કૃતિક વારસાની ભવ્યતા અને મહત્વતા.

(11:53 am IST)