Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૧૯ બળવાખોરોને નોટીસ

શરણે આવે તો માફી, નહિતર પક્ષાંતર ધારો કાફી

રાજકોટ તા. ૪ :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બળવો કરીને સમિતિઓની રચના કરવા બદલ કોંગ્રેસે પૂર્વ પંચાયત પ્રમુખ નિલેષ વિરાણી સહિત ૧૯ સભ્યોને શિસ્ત ભંગના પગલા માટે કારણદર્શક નોટીસ ફટકારી છે. સભ્યોને ખૂલાસા માટે ૭ દિવસનો સમય અપાયો છે.

૧૯ સભ્યો પાર્ટીને માફી પ્રકારનો સંતોષકારક ખૂલાસો આપે તો જતુ કરવાનું પાર્ટીનું વલણ છે નહિતર શિસ્તભંગના પગલા લઇ વ્હીપના અનાદાર બદલ સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ કોંગી વર્તુળો જણાવે છે. કોઇ સભ્ય જવાબ ન આપે તો પણ પગલાને પાત્ર બનશે. કોંગીના કુલ રર સભ્યો ભાજપના કેમ્પમાં ગયેલા. જેમાંથી ભાનુબેન તળપદા અને કિરણબેન આંદીપરાને કોંગ્રેસે અગાઉ જ સસ્પેન્ડ કરી દીધા છે. અન્ય એક સભ્ય વાલીબેન તલવાડીયાએ સામાન્ય સભામાં અસ્વસ્થતાના કારણે બન્ને તરફી હાથ ઉંચો કરેલ પછી મતદાન પ્રક્રિયાથી અળગા રહ્યા હતાં. તેથી તેઓ શોકોઝ નોટીસથી બચી ગયા છે. (પ-રપ)

(4:18 pm IST)