Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમીનુર ગ્રુપ દ્વારા રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન

લઘુમતી સ્કોલરશીપનું ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

રાજકોટ, તા. ૪ : અમીનુર ગ્રુપ - રાજકોટ દ્વારા ગ્લોબલ આયુર્વેદા હોસ્પિટલના સહયોગથી શહેરના ઘાંચી સમાજ હોલ (નહેરૂનગર - ૩, રૈયા રોડ વિસ્તાર) ખાતે તા.૫ રવિવારે સવારે ૯ થી ૧૨ નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથોસાથ લઘુમતી સ્કોલરશીપના ફોર્મ અને મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને અપાતી બેગમ મહલ શિષ્યવૃતિના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે.

કેમ્પમાં ડો. મેહુલ જોષી, ડો. મિલન ત્રિવેદી, ડો. તુષાર કુમાર, ડો. સિદ્ધિ સરધારા અને ડો. અવની કનેરીયાની ટીમ સેવા આપશે.

આ આયોજનને સફળ બનાવવા માટે સૈયદ એઝાઝબાપુ બુખારી - ૯૮૭૯૫ ૦૦૮૦૮, રજાકભાઈ કારીયાણીયા - ૯૮૨૪૧ ૮૯૧૪૪, વકાર બ્લોચ 'સકલૈની' -૯૬૬૪૫ ૦૯૭૨૯, નિશ્ચલ જોષી (હેવ વીથ હેપીનેસ), સેફાલીબેન લાસારી, સમીમબેન મામટી, શબાનાબેન શેખ, નવાઝભાઈ બ્લોચ, રફીકભાઈ કારીયાણીયા, સૈયદ તોફીકબાપુ કાદરી, ગુલામહુશેનભાઈ વડીયા, આશીફભાઈ હાલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સ્કોલરશીપ ભરવા માટે વિદ્યાર્થીઓએ લઈ આવવાના જરૂરી દસ્તાવેજો. બાળકનું આધાર કાર્ડ, ફોટો, ગયા વર્ષની માર્કશીટ (૫૦%થી વધુ માર્ક હોવા જોઈએ), રહેઠાણનો પુરાવો, આવકનો પુરાવો આવકનું સર્ટીફીકેટ, જાતિનો દાખલો, વિદ્યાર્થીની બેંક પાસબુક, ૦૧-૪-૨૦૧૮ પછી ભરેલી ફી ની પહોંચ, પૂરી જ વાર્ષિક બતાવવી. સ્કુલના ડાયસ કોડ / કોલેજના એસ. કોડ તસ્વીરમાં આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૫)

(4:17 pm IST)