Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઢેબર કોલોની પાસેથી વિક્કી છરી-છરા-ગુપ્તી-તલવારો સાથે ઝડપાયો

નામચીન જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ નાની ટિકીટ હદપાર ભંગ સબબ ઝપટે ચડ્યોઃ ભકિતનગર પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૪: ભકિતનગર પોલીસે ઢેબર કોલોની ઝૂપડપટ્ટીમાંથી દેવીપૂજક શખ્સને છરી, છરા, તલવાર, ગુપ્તી મળી ૭ હથીયારો સાથે તેમજ આનંદનગરના નામચીન શખ્સને હદપાર ભંગ સબબ પકડી લીધો હતો.

ઢેબર કોલોની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં વિક્કી સુરેશભાઇ સોલંકી (ઉ.૨૦) નામના દેવીપૂજક શખ્સના ઝૂપડામાં હથીયારો હોવાની માહિતી મળતા તપાસ કરતાં ૨ સમુરાઇ તલવાર, ૨ છરા, ૨ ગુપ્તી અને ૧ છરી મળી સાત હથીયારો મળતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જ્યારે આનંદનગર કોલોની બ્લોક નં. ૭/૨૮૭માં રહેતાં નામચીન જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ નાની ટિકીટ અરવિંદભાઇ ગોહેલ (રજપૂત) (ઉ.૨૩)ને હદપાર ભંગ સબબ પકડી લીધો છે. આ શખ્સ મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાઇ ચુકયો હોઇ રાજકોટ શહેર, ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જીલ્લામાંથી તડીપાર કર્યો હતો. આમ છતાં તેના ઘરે આવ્યાની માહિતી મળતાં ઝડપી લેવાયો હતો.  પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, સલિમભાઇ મકરાણી, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા અને રાજેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(4:15 pm IST)