Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

માત્ર પ્રજાજનોનું નહિ, પર્યાવરણનું પણ જતન કરવાની નેમ...રાજકોટ પોલીસે હેડકવાર્ટર ખાતે કર્યુ વૃક્ષારોપણ

પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાના ડીજીના સંદેશાને પગલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી સૈની, ડીસીપી જાડેજા, એસીપી સરવૈયા, એસીપી રાઠોડ તથા સ્ટાફે ૫૧ છોડવા રોપ્યા

રાજકોટઃ વૃક્ષ સજીવ છે અને માનવી માટે ખુબ ઉપયોગી છે એ સોૈ કોઇ જાણે છે. જેમ વધુ વૃક્ષાો એમ હવા ચોખ્ખી અને વરસાદ વધુ... પર્યાવરણની જાળવણીનો અભિગમ ધરાવતાં  રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ રાજ્યભરની પોલીસને આજે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થવા અને લોકો પણ પર્યાવરણની જાળવણી પ્રત્યે સજાગ થાય એ હેતુથી વૃક્ષારોપણ કરવા સંદેશો પાઠવ્યો હોઇ તે અંતર્ગત આજે શહેર પોલીસ દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતેના મેદાનમાં જુદા-જુદા પ્રકારના ૫૧ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી. રાઠોડ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. બી.ટી. ગોહિલ, વનરાજસિંહ જાડેજા તેમજ અન્ય પોલીસ જવાનોએ સવારે દસ વાગ્યે વૃક્ષારોપણ કર્યુ હતું. શ્રી અગ્રવાલે  આજે રોપેલા છોડવા સમય જતાં ઘટાદાર વૃક્ષો થાય ત્યાં સુધી તેનું જતન કરવા સુચન કર્યુ હતું. પ્રથમ તસ્વીરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા અન્ય તસ્વીરોમાં જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈન,ી ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી રાઠોડ, નીચેની તસ્વીરમાં એસીપી જે.એચ. સરવૈયા વૃક્ષારોપણ કરતાં અને છેલ્લી તસ્વીરમાં તમામ અધિકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૭)

(4:13 pm IST)