Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વોર્ડ નં. ૧૬ના એસ.આઇ. પર સફાઇ કામદારો દ્વારા હુમલો : પાની લાલઘુમ

ફરજ પર ગેરશિસ્ત તથા શિસ્તભંગ સબબ ૩ સફાઇ કામદારને સસ્પેન્ડ કરતા મ્યુનિ. કમિશ્નર

રાજકોટ તા. ૪ : શહેરના વોર્ડ નં. ૧૬માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસે ગઇકાલે એડહોક સફાઇ સહાયક તરીકે ફરજ બજાવતા ૩ સફાઇ કામદાર સહિત પાંચ શખ્સોએ વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર પર હુમલો કરવામાં આવતા મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા ફરજ પર ગેરશીસ્ત તથા શીસ્તભંગ સબબ ૩ સફાઇ કામદારોને સસ્પેન્ડનો હુકમ કર્યો છે.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં. ૧૬/ક માં એડહોક સફાઈ સહાયક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ કિશોરભાઈ ઝાલા (રજી. નં. ૩૩૭૭), લક્ષ્મીબેન કિશોરભાઈ ઝાલા (રજી. નં. ૨૬૯૬) અને નીમુબેન કાળાભાઈ ઝાલા (રજી. નં. ૨૩૧૮) દ્વારા તારીખૅં ૦૩-૦૮-૨૦૧૮ ના રોજ વોર્ડ નં. ૧૬/ક ની હુડકો શાકમાર્કેટ પાસેની વોર્ડ ઓફિસે સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશભાઈ વસાવા સામે ઉશ્કેરાઈ જઈ લાકડી, પાઈપ, પથ્થરો તથા છરી દ્વારા અન્ય પાંચ વ્યકિતઓ સાથે મળી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે સ્થળ પર કરવામાં આવેલ રોજકામની વિગતો ધ્યાને લેતા ત્રણેય સફાઈ કામદાર દ્વારા ફરજ ઉપર ગેરશીસ્ત તથા શીસ્તભંગ દાખવેલ હોવાનું સામે આવેલ હતું. મજકુર ત્રણેય સફાઈ કામદાર દ્વારા ફરજ પર દાખવેલ ગેરવર્તુણૂક બદલ ત્રણેય સફાઈ કામદારને તાત્કાલિક અસરથી તેમને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ છે.

આ ત્રણેય સફાઈ કામદારના ફરજ ૫ર ગેરશીસ્ત તથા શીસ્તભંગ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ, સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષતા પણ કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેઓને સોંપેલ સફાઇની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવાનો કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે. તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.(૨૧.૨૩)

(4:12 pm IST)