Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

દબાણ હાટવ ઝુંબેશ..

શોપીંગ મોલ-કોમ્પ્લેક્ષોના પાર્કિગમાંથી છાપરા-ઓટલા-કેબીનો તોડી પડાયા

ડે.કમિશનર ચેતન ગણાત્રા અને ટી.પી.ઓ. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ ચોકડી-ગ્રીનલેન્ડ ચોકડીએ બુલડોઝરો સાથે ટુકડીઓ ત્રાટકી પર છાપરા, ૩૮ કેબીનો અને ર૮ ઓટલાનો કડુસલો ર.પ૬ લાખના રેતી, કપચી જપ્ત

રાજકોટ તા. ૪ : શહેરનાં ગોંડલ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીગ પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરાવવા જબ્બર દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી હતી.

આ અંગે ટી.પી.વિભાગની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ કમિશનર શ્રી બંછાનિધી પાનીની સુચના અનુસાર નાયબ મ્યુનિસિપલ કમિશનર  ચેતન ગણાત્રા તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના ઇસ્ટ ઝોનમં ગ્રીનલેન્ડ ચોકડી તથા વેસ્ટ ઝોનમાં ગોંડલ રોડ ચોકડી પાસે ગેરકાયદેસર પાર્કિંગ ઝૂંબેશ અંતર્ગત પાર્કિંગમાં થયેલ ગેરકાયદેસર દબાણ જેવા કે છાપરા, કેબીન તેમજ રેતી, કપચી વિગેરે જેવા બાંધકામ મટીરીયલ્સના સ્ટોક વિગેરે દુર કરાવવા ડિમોલીશનની ઝૂંબેશ દરમ્યાન અંદાજે રૂ.ર.પ૦ લાખની કિંમતનું બાંધકામ મટીરીયલ્સ જપ્ત કરેલ છે.

જેમાં બાંધકામ મટીરીયલ્સના રપ ડમ્પર જપ્ત કરાયા છાપરા પર તોડી પડાયા, કેબીન ૩૮ દુર કરાયા, ઓટા ર૮ તોડી પડાયા નોંધનીય છે કે માન. કમિશનર દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ ઝૂંબેશ અંતર્ગત કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ જે અન્વયે આ કામગીરીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગણાત્રા તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર તથા આસિ.ટાઉન પ્લાનરઓ તેમજ અન્ય ટી.પી.સ્ટાફે આ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત સ્થળ ઉપર દબાણ હટાવ શાખાના આસિ.મેનેજર બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ તથા બાંધકામ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ આ ડિમોલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ ઓફીસર ઝાલા વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો.(૬.૨૧)

(4:02 pm IST)