Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હોટલ-બાંધકામ સાઇટમાં મચ્છરોના ઘર : ૨૦હજારનો દંડ

નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ સહિત મેલેરિયાની ટૂકડીનું ચેકીંગ : સિલ્વર સ્પેશ, ઓપેરા, સ્વતિ ગૌ શાળા, બાલાજી હોલની બાંધકામ સાઇટ, આર.આર.ઇન હોટલ તથા ઇશ્વર હાઇટસ, નેક્ષાશો રૂમ સહિતનાં સ્થળોએ મચ્છરો જોવા મળતા દંડ ફટકારાયો

રાજકોટ તા.૨: ઙ્ગશહેરમાં માખી - મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાં કારણે તાવ-શરદી-ઉધરસનો રોગચાળો વકર્યો છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો કાબુમાં લેવા માટે દવા છંટકાવ - મચ્છર ઉત્પતીનાં ચેકીંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વેય સિલ્વર સ્પેશ, ઓપેરા પોઇન્ટ, સ્વાતિ ગૌશાળા, આર.આર.ઇન હોટલ સહિતના સ્થળોએ મચ્છરોનાં ઉપદ્રવ અંગે નોટીસ ફટકારી રૂ. ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિરપાણીમાં ઉત્પન્ન થાય છે. મચ્છર ઉત્૫તિ અટકાયત માટે હાલ જે ઝુબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય ત્વે બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા બાંઘકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં મચ્છરની ઉત્પતિ મળી આવે છે. એેડીસ મચ્છર દિવસે જ કરડે છે. તથા ૧૦૦ થી ૩૦૦ મીટર સુઘી ઉડી શકતા હોય જયાં ઉત્પન્ન થઇ આજુ બાજુ રોગ ફેલાવે છે. આથી બાંઘકામ સાઇટ ૫ર કામ કરતા મજુરો, કોર્મશીયલ કોમ્૫લેક્ષમાં કામ કરતા ઘંઘાર્થીઓને ડેન્ગ્યુ થવાનો ભય રહે છે ત્યારે મેલેરિયા શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રોગચાળો અટકાવવા મચ્છર ઉત્પતિના ચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં

સિલ્વર સ્પેશ બાંઘકામસાઇટ – કોઠારીયા રોડ,  ઓપેરા પોંઇન્ટ – કોઠારીયા રોડ બાંઘકામ સાઇટ,  સ્વાતિ ગૈાશાળા – સ્વાતિ પાર્ક, બાલાજી હોલ મેઇન રોડ ૫રની બાંઘકામ સાઇટમાં, આર. આર. ઇન હોટલ, ભુતખાના ચોકમાં, ઇશ્વર હાઇટસ – સ્વાતી પાર્ક મે. રોડ,  બાંઘકામ સાઇટમાં, નેક્ષા શો રૂમ, ગોંડલ રોડ માં, અવકાર કોમ્પ્લેક્ષ, નવલનગર માં,  ખોડીયાર કોમ્પ્લેક્ષ, પેડક રોડ, ૮૦ ફુટ રોડ પર કારખાનામાં, ચેમ્પીયન ટાયર, રામાપીર ચોકડી ખાતે રૂા૩૦૦ નો વહિવટી ચાર્જ તથા ટાયર નિકાલ કરાવેલ છે. નવલખી ચેમ્બર્સ – રૈયાનાકા ટાવરના સેલરમાં , જયેશભાઇ પ્રભુલાલભાઇ – નંદાહોલ ચોક ખાતે મચ્છર ઉત્પતિ સબબ રૂ.૫૦૦ વહિવટી ચાર્જ મળી કૂલ રૂ.૨૧,૮૦૦ નો વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. ૮૦ ફુટ રોડ પર ભંગારના ડેલા અને ઈકવીટી મોર્ટસ પ્રા.લી. ને મચ્છર ઉત્પતિ સબબ નોટીસ આપેલ છે.  પેડક રોડ ખાતે આન ઓટો, ગોકુલ લાઈફ સાયન્સ પ્રા. લી., ખોડીયાર કોમ્પ્લેક્ષ, પ્રમુખ દર્શન ને મચ્છર ઉત્પતી સબબ નોટીસ આપેલ છે. ઓપ્શન શો રૂમ - રેસકોષ રીંગ રોડ, યાજ્ઞિક રોડ અને સોનાલી રેસ્ટોરેન્ટ - રેસકોષ સેલરમાં નોટીસ આપેલ છે. આકાશ હાઈટસ સેલર મેઈન રોડ સહિતના સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી રૂ. ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.(૨૧.૨૭)

 

(4:01 pm IST)