Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ન્યાય ખાતાના કર્મચારી મંડળ અને યુનિયનની ચુંટણી બીનહરીફ

કર્મચારી મંડળના પ્રમુખપદે ભૃગુરાજસિંહ જાડેજા અને યુનિયન કલાસ-૩ ના પ્રમુખપદે ધર્મેશ મહેતા

રાજકોટ : જિલ્લા ન્યાય ખાતા કર્મચારી મંડળી અને યુનિયન (વર્ગ-૩ કર્મચારી મંડળ) ની સને ૨૦૧૮-૧૯ ની સાધારણ સભા મળી હતી. જેમાં હોદેદારોની બીનહરીફ વરણી કરવામાં આવતા ન્યાય ખાતા કર્મચારી મંડળીના પ્રમુખ તરીકે ભુગરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે વિપુલ ભૂત, પ્રમેલ ગણાત્રા, સેક્રેટરી તરીકે રાજન શાહ, વ્યવસ્થાપક સભ્યોમાં રીપલ વોરા, કીરીટ ચૌહાણ, આનંદ રાઠોડ, બી. એચ. રાજયગુરૂ, ધર્મેશ મહેતા, હરકીશન રામાણી, દિગ્નેશ ભટ્ટ, આર. આર. સોલંકી, સમીર તલાટીયા, દિપક ભટ્ટની વરણી થયેલ. જયારે ન્યાય ખાતાના યુનિયન કલાસ-૩ માં પ્રમુખ તરીકે ધર્મેશ મહેતા, ઉપપ્રમુખ તરીકે ભૃગરાજસિંહ જાડેજા, પરેશ ઠાકર, સેક્રેટરી તરીકે આનંદ રાઠોડ, જોઇન્ટ સેક્રેટરી તરીકે દિગ્નેશ ભટ્ટ, પ્રવકતા તરીકે મનીષ પંડયા, રોહીત રાવલ, વ્યવસ્થાપક સભ્યોમાં વિપુલ ભૂત, એસ. જે. ચાવડા, પ્રેમલ ગણત્રા, મેઘજી આહીર, એ. ડી. સીંધી, રાજન શાહ, સી. જે. રાઠોડ, એચ. આર. ભડલીયા, ડી. એચ. કોલી, પિયુષ રૈયાણી, મહેશ પરમાર, સચિન ઠાકર, ધવલ ભુંભારીયા, રીપલ વોરાની સર્વાનુમતે વરણી થયેલ. આ તકે ન્યાય ખાતા વર્ગ-૩ કર્મચારી મહામંડળ, ગુજરાતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પણ ઉપસ્થિત રહેલ અને નવનિયુકત ટીમને શુભેચ્છા આપી હતી. (૧૬.૧)

(3:59 pm IST)