Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કોર્પોરેટરોના પગાર-ભથ્થા વધારાથી કોર્પોરેશનને વાર્ષિક ૧.૩પ કરોડનું ભારણ

માસિક વેતન તેમજ અન્ય ભથ્થામાં ૧ એપ્રિલ ર૦૧૮ની અસરથી વધારો આપવાનો નિર્ણય

રાજકોટ તા. ૩ : સરકાર દ્વારા રાજયની ૮ મહાનગર પાલિકાના કોર્પોરેટરોના પગાર-ભથ્થામાં ધરખમ વધારો કરાયો છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની મહાનગર પાલિકાઓના મ્યુનિસીપલ કાઉન્સીલરોના માસિક માનદ્ વેતન તેમજ અન્ય ભથ્થામાં ૧ એપ્રિલ ર૦૧૮ ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે.

 વિજયભાઇ રૂપાણીના આ નિર્ણય મુજબ  હવે અમદાવાદ સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરને માસિક ૧ર હજાર માનદ્દ વેતન તેમજ મીટીંગ ભથ્થું દર મીટીંગના પ૦૦ ટેલીફોન એલાઉન્સ માસિક ૧૦૦૦  તથા સ્ટશેનરી એલાઉન્સ દર મહિને ૧પ૦૦ પ્રમાણે મળશે.

આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક ૩૦૦૦ માનદ્દ મળતું હતું તેમજ મીટીંગ દીઠ ભથ્થુ રપ૦ માસિક ટેલીફોન ભથ્થુ ૭પ૦ અને સ્ટેશનરી ભથ્થું પ૦૦ મળતું હતું.

અત્રે નોધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭ર કોર્પોરેટરોને વાર્ષિક ૧૧.પર લાખ પગાર ભથ્થાના ચુકવવામાં આવતા હતા આ પગાર ભથ્થાના વધારો થયા હવે કોર્પોરેશન દ્વારા વાર્ષિક ૭ર કોર્પોરેટરોને ૧.૩પ કરોડ પગાર ભથ્થાના ચુકવવામાં આવશે.(૬.૨૦)

(3:37 pm IST)