Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હરિ કરે એ સાચુ... ગુજરાતી ફિલ્‍મ ‘‘સૈયર મોરી રે...'નું ટ્રેલર લોન્‍ચઃ ફિલ્‍મ શુક્રવારે રિલીઝ થશે

ફિલ્‍મમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પાંગરતી પ્રેમની સ્‍ટોરીઃ ગામડાઓનો કલ્‍ચર રજુ કરાયોઃ મયુર ચૌહાણ, યુકિત રાંદેરીયા અને મેહુલ દેસાઇ મુખ્‍ય પાત્રમાં

રાજકોટઃ ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી કેટલાક વણસ્‍પર્શ્‍યા વિષયને આવરી લઇ નવા ઉદાહરણો પુરા પાડી રહી છે. આ ગુજરાતી ફિલ્‍મોની યાદીમાં હવે અપકમિંગ ગેુજરાતી ફિલ્‍મ ‘‘સૈયર મોરી રે...'નું નામ જોડાવા જઇ રહી છે. ફિલ્‍મનું હાલમાં જ રજૂ કરાયેલા ટીઝરે દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મેળવ્‍યો છે. ત્‍યારે ફિલ્‍મ ‘સૈયર મોરી રે...''ના ટ્રેલરને આજે લોન્‍ચ કરવામાં આવ્‍યું જેને ગુજરાતી સિનેમાના જાણીતા નામો દ્વારા ખૂબ જ વખાણવામાં આવી રહ્યું છે. ફિલ્‍મ ૮ જુલાઇના રિલીઝ થશે.

નિર્માતા કારિયા બંધુ પૈકી એક એવા જય કારિયા ઓસ્‍ટ્રેલિયામાં ગાયક તરીકે જાણીતા છે. જયારે મીત કારિયા આંતરરાષ્‍ટ્રીય બેકગ્રાઉન્‍ડ ધરાવે છે. જેઓએ પોતાની  આગામી ફિલ્‍મ ‘‘સૈયર મોરી રે...''ના ટ્રેલર લોન્‍ચ પ્રસંગે જણાવ્‍યુ હતુ કે ‘‘સૈયર મોરી રે...'' ફિલ્‍મને પ્રોડયુસ કરવા પાછળનો હેતુ આજની યુવા પેઢીને આ ફિલ્‍મના માધ્‍યમથી ગુજરાતી લાગણીઓ અને પરંપરા કરાવી તેની મહત્‍વતાનો સંદેશ પહોંચાડવાનો રહેલો છે.

ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં અર્ર્બન અને રૂરલ ફિલ્‍મો વચ્‍ચે સેતુ તરીકેની અનોખી ઓળખ બનાવનાર પ્રોડકશન હાઉસ‘ કે બ્રધર્સ મોશન પિકચર્સ'ના બેનર હેઠળ નિર્મિત ‘‘સૈયર મોરી રે...' ફિલ્‍મને વિશાલ વાડાવાલા દ્વારા દિગ્‍દર્શિત કરવામાં આવી છે. તો ફિલ્‍મના રાઇટર કપિલ સાહેત્‍યા છે. આ ફિલ્‍મમાં ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાના અભિનયથી આગવી ઓળખ ઉભી કરનાર મયુર ચોૈહાણ ઉર્ફે માઇકલ અને યુકિત રાંદેડિયા મુખ્‍ય પાત્રમાં જોવા મળશે. તો ફિલ્‍મમાં મેહુલ દેસાઇ, મયુર સોનેજી, મેહુલ ભિલ, જાホવી પટેલ સહિતના અન્‍ય કલાકારો વિવિધ પાત્રોમાં જોવા મળશે. સંગીતકાર કેદાર ઉપાધ્‍યાય અને ભાર્ગવ પુરોહિત ફિલ્‍મને સંગીત આપ્‍યુ છે. જેમાં જાણીતા ગાયક જીજ્ઞેશ કવિરાજ, ઉમેશ બારોટ, અભય જોધપૂરકર, ઇશાની દવે સહિતના ગાયકોએ પોતાનો કંઠ આપ્‍યો છે.

‘‘સૈયર મોરી રે...' ના ટ્રેલર લોન્‍ચ પ્રસંગે ગુજરાતના સૌથી યુવા પ્રોડયુસર મીત કારિયા અને જય કારિયા, ડાયરકટર  વિશાળ વાડાવાલા, કલાકારો મયુર ચૌહાણ, યુકિત રાંદેરિયા સહિતના ફિલ્‍મ સાથે સંકળાયેલા લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.' ‘‘સૈયર મોરી રે...' ફિલ્‍મ ગ્રામીણ વિસ્‍તારમાં પાંગરતા પ્રેમની કથા લઇને આવે છે. જેમાં ફિલ્‍મના નાયક હરી અને નાયિકા લીલાની પ્રેમ કહાણી છે. ફિલ્‍મ ‘‘સૈયર મોરી રે...' ફિલ્‍મ ૮ જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમાં રીલિઝ થવા જઇ રહી છે.

તસ્‍વીરમાં ફિલ્‍મના કલાકારો મયુર ચૌહાણ યુકિત રાંદેરીયા અને  મેહુલ દેસાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા )

(4:34 pm IST)