Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સદર બજારમાં જાહેર માર્ગ પર ઘોડાનો તબેલો, આસપાસના લોકોને ત્રાસ

પોલીસ કમિશ્‍નર અને મ્‍યુ. કમિશ્‍નરને રજુઆત

પ્રતિ,

પોલીસ કમિશ્‍નરશ્રી,

સદર બજારમાં, પરમાર કોર્નર પાસે અમારા ઘરની બિલકુલ બાજુમાં જાહેર રોડ ઉપર ઘોડાનો તબેલો બનાવી દેવાતા  આસપાસના લોકોને પારાવાર ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ સ્‍થળે ઘોડા બાંધેલા રાખતા હોય સફાઇ કામદારો પણ ત્‍યાં સફાઇ કરવા જતા ડરે છે. પરીણામે  આ રોડ પરનું સફાઇ કાર્ય પણ ઠપ્‍પ થઇ ગયુ છે. ઘોડાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં પણ મુશ્‍કેલી થઇ રહી છે. આ ન્‍યુસન્‍સ લગભગ છેલ્લા છએક માસથી છે. માલ સામાન રાખીને ભુગર્ભની કુંડી ઉપર પણ કબ્‍જો જમાવી દેવાયો છે. આ અંગે મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ તેમજ સફાઇ વોર્ડ સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સુપરવાઇઝરને અનેક વખત રજુઆતો કરવા છતા આજ સુધી કોઇ ઉકેલ આવેલ નથી. હાલ સફાઇ ઝુંબેશ ચાલી રહી છે. ત્‍યારે આ વિસ્‍તારમાં પણ સફાઇ કાર્ય કરાવી ઘોડા બાંધવાનું છાપરૂ, ભુગર્ભ કુંડી ઉપર થયેલુ દબાણ તાત્‍કાલીક અસરથી દુર કરવામાં આવે અને આ વિસ્‍તારના લોકોને ગંદકી, દુર્ગંધની યાતનામાંથી મુકત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. (૧૬.૧)

- જાવીદશા ઇસ્‍માઇલશા શાહમદાર

સદર બજાર, પરમાર કોર્નર

(4:13 pm IST)