Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દેશને સ્વાધીનતા દાનમાં નથી મળી, સદીઓથી બ્રિટીશ સલ્તનત સામે 'આઝાદી સંગ્રામ' સક્રિય હતો અને સ્વાતંત્ર્ય સૈનિકોનાં બલિદાનો અપાયા હતા

આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ

રાણી લક્ષ્મીબાઈ (૧૮૩૫-૧૮૫૭) ઉ.વ.૨૨માં યુધ્ધમાં બલિદાન આપ્યું

આપણા દેશને સ્વાધીનતા દાનમાં નથી મળી. અંગ્રેજ સલ્તનતને ભારત છોડવા માટે સ્વાધીનતા લડત લડાઈ હતી. આઝાદી પૂર્વે અનેક પેઢીઓએ આઝાદી માટે લડત કરેલ. લાંબી લડતો, દુઃખ, તકલીફો તથા બલિદાનો દીધા છે. આપણે આપણા પૂર્વજોનાં બલિદાનો ભૂલી ગયા છીએ. લડવૈયાઓની મશાલ તો અવિરત પ્રજ્જવલિત રહી હતી.

તા. ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ નાં રોજ આઝાદી મળી પણ લગભગ ૨૦૦ વર્ષથી પ્રજા સ્વતંત્રતા માટે લડત કરતી હતી. આંદોલનો થયા, વ્યાપક હિંસા થઈ. આ સંયોગોમાં વિશ્વની સૌથી શકિતશાળી અંગ્રેજ સલ્તનત સામે ટક્કર ઝીલી અને સ્વતંત્રતા મળી છે. અંગ્રેજોની ક્રુરતા, દમનનાં ભોગે અગણિત બલિદાનો અપાયા છે. ભારતની આઝાદી માટે સત્યાગૃહ, સહયોગ આંદોલન, સવિનય અવફા આંદોલન, ઉપવાસો ઉપરાંત અનેક પ્રકારની લડતો લડાઈ હતી.

સ્વતંત્રતા બાદ જન્મ લીધેલ વ્યકિતઓને તો પૂર્વ ઈતિહાસની વિશેષ ખબર નહિ હોય. બલિદાન આપનાર લડવૈયાઓનું સ્મરણ તો અવશ્ય કરવું પડે.

ઈ.સ. ૧૮૫૭ માં આઝાદીની પ્રથમ લડતનો પ્રારંભ થયો હતો. જો કે,  ઈ.સ. ૧૭૫૭ માં પ્લાસીની લડાઈમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબ સીરાજુદ્દૌલા પ્રથમ પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજોની સત્ત્।ાનો ત્યારથી પ્રારંભ થઈ ગયેલ. આ લડતમાં માત્ર પ્રજાજનો નહિ પણ સન્યાસીઓ, ફકીરો પણ જોડાયા હતા.

ઈ.સ. ૧૭૮૦-૧૭૯૯ દરમ્યાન મૈસૂરનાં હૈદરઅલી તથા તેમનાં પુત્ર ટીપુ સુલતાને અંગ્રેજોની સામે ઘણા યુદ્ઘો લડ્યા હતા.

ઈ.સ. ૧૮૫૭ માં સિપાઈઓને એવો સંદેશ મળ્યો કે જે કારતૂસ કંપની દ્વારા મળ્યા હતા તેની ઉપર સુવર અને ગાયની ચરબીનો લેપ લગાવેલ હતો. કારતૂસોને મોઢા મારફતે ખોલવા પડતા હતા. હિંદુ તથા મુસ્લિમ સૈનિકોમાં રોષ ફેલાઈ ગયો. સૈનિક મંગલ પાંડેએ કારતૂસનાં આ પ્રયોગને ન સ્વીકાર્યો અને ઈ.સ. ૧૮૫૭ માં પ્રથમ લડાઈ માટે મોટા પ્રમાણમાં શરૃ થઈ.

મંગલ પાંડે (૧૮૩૧-૧૮૫૭-ફાંસી)

ઈ.સ. ૧૮૫૭ માં સૈનિક મંગલ પાંડે દ્વારા ગોલીનો પ્રારંભ થયો અને વિપ્લવનો  પ્રારંભ થવા લાગ્યો. ૨૬ વર્ષનાં મંગલ પાંડે ધાર્મિક પ્રકૃતિનાં યુવાન હતા. મંગલ પાંડે એપ્રિલ ૧૮૫૭ નાં કોર્ટ માર્શલ થયા અને તા. ૮મી એપ્રિલ, ૧૮૫૭ નાં રોજ તેમને ફાંસી અપાઈ. ૨૬ વર્ષનાં મંગલ પાંડે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા ને વિપ્લવનાં પ્રથમ શહીદ બન્યા.

રાણી લક્ષ્મીબાઈ (૧૮૩૫-૧૮૫૭)

રાણી લક્ષ્મીબાઈ (મનુ)નો જન્મ મહારાષ્ટ્રીય બ્રાહ્મણ પરિવારમાં થયેલ અને તેમનાં લગ્ન ઝાંસીનાં રાજા ગંગાધર રાવ સાથે થયેલ. રાજાનું મૃત્યુ થતાં રાણી લક્ષ્મીબાઈ નિૅંસંતાન થઈ ગયેલ અને તેમનાં દત્ત્।ક પુત્ર ઉત્ત્।રાધિકારી બન્યા પણ બ્રિટીશ સલ્તનતે તે માટે સંમતિ આપેલ નહિ અને ઝાંસીનું રાજય પોતાના હસ્તક કરી લીધેલ. રાણી લક્ષ્મીબાઈએ તે ન સ્વિકાર્યું. અંગ્રેજ સામ્રાજયની હકુમતમાં આ પ્રકારે રાજયો પર કબજો કરવાની શરૃઆત થયેલ. ઈ.સ. ૧૮૫૭ માં રાણી લક્ષ્મીબાઈએ પોતાનાં સૈન્ય સાથે લડતનો પ્રારંભ કર્યો. સૈન્ય તૈયાર હતું. સૈન્ય વેશભૂષા સાથે લક્ષ્મીબાઈએ ઘોડા પર બેસીને લડતની આગેવાની લીધી અને લક્ષ્મીબાઈ લડતમાં સફળ ન થયા અને તા. ૧૭મી જુન, ૧૮૫૭ નાં રોજ તેમણે લડતમાં પોતાના પ્રાણની આહૂતિ આપી. અંગ્રેજ સલ્તનતનાં તત્કાલિન સમયનાં અધિકારી જનરલ હ્યુએ લક્ષ્મીબાઈની પ્રસંશા કરતાં કહ્યું હતું કે આ એક એવી સ્ત્રી હતી કે જે વિદ્રોહીઓમાં એક માત્ર પુરૃષ હતી.

 ઈ.સ. ૧૭૫૭ માં પ્લાસીની લડાઈમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો નવાબ સુરાજુદ્દોલા ઉપર વિજય થયો અને ત્યારબાદ રાજાઓનાં રાજય પર કબજો કરવાનો પ્રારંભ થયો

 ઈ.સ.૧૭૮૦-૧૭૯૯ દરમ્યાન મૈસૂરનાં હૈદરઅલી તથા તેમનાં પુત્ર ટીપુ સુલતાને અંગ્રેજોની સામે ઘણા યુદ્ઘો લડ્યા હતા

 ઈ.સ. ૧૮૫૭માં સૈનિકોને અપાતી કારતૂસમાં સુવર તથા ગાયની ચરબીનો લેપ લગાવાયો હતો, જેનો વિરોધ સૈનિકોએ કરતાં સૈનિક મંગલ પાંડેને ફાંસી અપાઈ અને દેશમાં વિદ્રોહનો પ્રારંભ થયો.

 ઈ.સ. ૧૭૬૩ થી ૧૮૦૦ સુધી સન્યાસીઓ અને ફકીરોએ બગાવત કરી અને તત્કાલિન સમયે અંગ્રેજી શાસનને અટકાવી દીધું

સંકલનઃ નવીન ઠકકર

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(4:12 pm IST)