Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પંન્‍યાસ પ્રવર પૂ. સત્‍વબોધી મ.સા. તથા પૂ. સત્‍યાનંદશ્રીજી મ.સ.નો શનિવારે ચાતુર્માસ પ્રવેશઃ ભવ્‍ય સામૈયુ યોજાશે

જાગનાથ મૂર્તિપૂજક જૈન સંઘમાં

રાજકોટ તા. ૪: જાગનાથ શ્‍વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ભવ્‍યાતિભવ્‍ય ચાતુર્માસ પ્રવેશ તા. ૯ શનિવારના દિવસે પ. પૂ. આ. હેમચંદ્રસૂરિશ્‍વરજી મ.સા.ના શિષ્‍યરત્‍ન વર્ધમાન તપોનિધિ પ.પૂ. પંન્‍યાસ પ્રવર શ્રી સત્‍વબૌધિ વિ. મ. સાહેબજી ત્‍થા પ. પૂ. ભકિતસૂરી સમુદાયના સાધ્‍વીજી પ. પૂ. સત્‍યાનંદશ્રીજી મ.સા. આદિ સાધુ-સાધ્‍વીજી ભગવંતોનું ભવ્‍યાતિભવ્‍ય ચાતુર્માસ પ્રવેશનું સામૈયુ સવારે ૮/૪પ કલાકે ‘‘શ્રી આદીનાથ ગૃહ ચીન્‍ય જિનાલય'' જીનાલયના મેઇન રોડથી શરૂ થઇ, યાજ્ઞિક રોડ, જાગનાથ શેરી નં. ૬ થઇને શ્રી મહાવીર સ્‍વામી જિનાલય દર્શન કરીને શ્રી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવન પધારશે.

સામૈયામાં રાજકોટ સુરેન્‍દ્રનગરના બેન્‍ડ, વેષભુષા સાથે નાના બાળકો, બેડાધારી શ્રાવિકા બ્‍હેનો રાજકોટ, સુરેન્‍દ્રનગર, જામનગર ત્‍થા અન્‍ય સ્‍થળેથી ગુરૂભકતો પધારશે.ભવ્‍યતિભવ્‍ય સામૈયામાં રંગબેરંગી રંગોળીઓ, ગૌઉલીઓ, સાફાધારી શ્રાવકો, ધ્‍વજા દંડ સાથે જાગનાથ સંઘના યુવાનો સુશોભનને ચાર ચાંદ લગાવશે. પ. પૂ. પંન્‍યાસ પ્રવર શ્રી સત્‍વબોધિ મ.સ.ાના પ્રવચનોમાં બહોળી સંખ્‍યામાં શ્રાવક/શ્રાવિકાઓ લાભ લ્‍યે છે.

ચાતુર્માસ દરમ્‍યાન ‘‘જ્ઞાનસાર'' ગ્રંથ ઉપર દૈનિક પ્રવચનો તા. ૧રને મંગળવારથી દૈનિક સવારે ૭/૩૦ થી ૮/૩૦નો સમય રહેશે.

ચાતુર્માસ દરમ્‍યાન તા. ૧૭ રવિવાર સવારે ૯/૧પ કલાકથી ‘‘જીવન શણગાર શિબિર'', તા. ર૪ રવિવાર સવારે પ કલાકે ‘‘અશ્રુસભર સંવેદના'' તા. ૩૧ રવિવાર સવારે ૯ કલાકે ‘‘પ્રભુજીના ચ્‍યવન કલ્‍યાણકની ઉજવણી'', તા. ૭/૮ રવિવાર સવારે ૯ કલાકે ‘‘પ્રભુજીના જન્‍મ કલ્‍યાણકની ઉજવણી'' તા. ૧૪/૮ રવિવાર ‘‘પ્રભુજીના દિક્ષા કલ્‍યાણની ઉજવણી'' વિશિષ્‍ટ પ્રકારના પ્રભુ ભકિતના કાર્યક્રમો પૂજયશ્રીની નિશ્રામાં યોજાશે.પ. પૂ. પંન્‍યાસજી ૧૦૮ આયંબીલ ઓળીના આરાધક છે. છતાં તેમની વિશિષ્‍ટ પ્રકારની ‘‘પ્રભુ વાણી''થી ભકતો આત્‍મીય આનંદ મેળવે છે.

પ્રવેશના દિવસે સામુહિક આયંબિલ આરાધના રશ્‍મીબેન જીતેન્‍દ્રભાઇ પરીવાર, બુંદીલાડુ પ્રભાવના વસંતબેન વાડીલાલ વસા પરીવાર હ. રેખાબેન મહેશભાઇ વસા, રૂા. ૧૦ ની પ્રભાવના-રક્ષીતભાઇ જે. શાહ, રેખાબેન ભદ્રેશભાઇ દોશી, ચંપકલાલ બાબુલાલ મહેતા, જયોતિબેન લલીતભાઇ બખાઇ, સતીષભાઇ ઉમેદલાલ ઝવેરી પરીવારો તરફથી કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જાગનાથ ટ્રસ્‍ટી મંડળ, તમામ કાર્યવાહક કમીટીના શ્રાવક શ્રાવિકાઓ કાર્યરત છે.તેમ જાગનાથ સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખની યાદી જણાવે છે.

(4:12 pm IST)